Tagged: કુણાલ શાહ

કુણાલ શાહ ~ સમાતા નથી * Kunal Shah

સમાતા નથી નામ ઇતિહાસ પાને,જરા મોટો કરશો હવે હાંસિયાને ? ઉભો ખાલી ખીસ્સે ભરેલા બજારે,ઉપડતા નથી પગ ઘરે પણ જવાને. બધા પાત્ર મનમાં વસી જાય ત્યારે,બરાબર એ અટકાવવાનો કથાને. જણાવીને અંગત કહો કાનમાં એ,હકીકત જે પહોંચાડવી હો બધાને. ઉદાસીની પાસેના...

કુણાલ શાહ ~ ગયા * Kunal Shah

ગયા   છે સલામત જે બધા ભાગી ગયા,આગ ઓલવતા ગયા દાઝી ગયા. આંખ રાબેતા મુજબ મીંચાઈ પણ,સ્વપ્ન બળવાખોર થઈ આવી ગયાં. એક પલ્લામાં જરા ઇચ્છા મૂકી,સામા પલ્લે કાટલા થાકી ગયા. ખાલી ખિસ્સાં હોત તો વાંધો ન’તો,આ તો પગનાં તળિયાં પણ...

કુણાલ શાહ ~ સપાટીની સાથે * Kunal Shah

સપાટીની સાથે  સપાટીની સાથે એ પાતાળ રાખે,રહી મૌન ભીતરને વાચાળ રાખે. સમંદર, ખલાસી, હલેસા ને હોડી,પરસ્પર અનાયાસ સંભાળ રાખે. પ્રકટ જે કરે તે શિકારી બને છે.છુપાવીને મનમાં બધા જાળ રાખે. રહે તંગ વાતાવરણ આ નગરનું,સતત કાળજી એ રખેવાળ રાખે. કરામતને...