કુણાલ શાહ ~ સપાટીની સાથે * Kunal Shah

સપાટીની સાથે 

સપાટીની સાથે એ પાતાળ રાખે,
રહી મૌન ભીતરને વાચાળ રાખે.

સમંદર, ખલાસી, હલેસા ને હોડી,
પરસ્પર અનાયાસ સંભાળ રાખે.

પ્રકટ જે કરે તે શિકારી બને છે.
છુપાવીને મનમાં બધા જાળ રાખે.

રહે તંગ વાતાવરણ આ નગરનું,
સતત કાળજી એ રખેવાળ રાખે.

કરામતને આંબી ગઈ છે સહજતા,
પછી ઓલિયો શાને જંજાળ રાખે?

કથામાં ડુબાડી શરતને ભુલાવે,
હુનર બહુ મજાનું એ વેતાળ રાખે.

~ કુણાલ શાહ

પ્રથમ શેરની બીજી પંક્તિ ‘રહી મૌન ભીતરને વાચાળ રાખે’ની અર્થસભરતા તથા ત્રીજા અને પાંચમા શેરમાં રહેલ વ્યંગ્ય સ્પર્શી જાય એવા છે. છેલ્લા શેરમાં પણ આ નકલી સંતો જ નિશાન બન્યા છે. વાહ!

OP 28.9.22

***

સાજ મેવાડા

29-09-2022

વારંવાર વાંચી માણવા જેવી અર્થ સભર ગઝલ.

છબીલભાઈ ત્રિવેદી

28-09-2022

વાહ ખુબ સાચી વાત કરી છે કવિ ને કોઈ ની સાડીબાર હોતી નથી ખુબ સરસ શેર ખુબ ગમ્યા આભાર લતાબેન

ઉમેશ જોષી

28-09-2022

કુણાલ શાહની ગઝલના સકળ શેરની સુઘડતા મનને સ્પર્શી જાય છે….
અભિનંદન.

Avval Sadikot

28-09-2022

વાહ..દરેક શેર દાદ માંગે એવા..અતિ સુંદર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: