કુણાલ શાહ ~ ગયા * Kunal Shah

ગયા  

છે સલામત જે બધા ભાગી ગયા,
આગ ઓલવતા ગયા દાઝી ગયા.

આંખ રાબેતા મુજબ મીંચાઈ પણ,
સ્વપ્ન બળવાખોર થઈ આવી ગયાં.

એક પલ્લામાં જરા ઇચ્છા મૂકી,
સામા પલ્લે કાટલા થાકી ગયા.

ખાલી ખિસ્સાં હોત તો વાંધો ન’તો,
આ તો પગનાં તળિયાં પણ ફાટી ગયાં.

માંડ ચાદર પગ સુધી પહોંચી હતી,
ત્યાં જ સહુ ભેગા થયા કાઢી ગયા.

~ કુણાલ શાહ 

માનવીના સ્વાર્થને પેશ કરતો મત્લાનો શેર… આ વાત સાથે અસમ્મ્ત થવું અઘરું છે. પણ આવી રીતે દાઝવાની પીડા એના મનને અજવાળે એ નક્કી.

ત્રીજા શેરમાં વાત તો સનાતન સત્યની છે પણ એ કહેવાની રીત ચુંબક જેવી.

છેલ્લા બે શેર, ક્યા વાત ક્યા બાત કવિ ! 

OP 4.6.22

***

sorry

09-06-2022

આ ગઝલ કવિ કુણાલ શાહની છે અને એ સેજલ ઠાકરના નામે મારી પાસે આવી હતી.

વિરાજ દેસાઇએ ધ્યાન દોર્યું અને ભૂલ સુધારી પરંતુ કોઈ બહેન આવી ઉઠાંતરી કરે એ બહુ દુખદ !

વિરાજના કહેવા પ્રમાણે એણે અનેક કવિઓની રચના આમ પોતાના નામે મૂકી છે. આવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ. હવે ક્યાંય સેજલ ઠાકરના નામે કોઈ કવિતા જુઓ તો જરા વિચારજો….

કુણાલભાઈ માફી…

સંપાદક
લતા હિરાણી
www.kavyavishva.com

સાજ મેવાડા

04-06-2022

વાહ, ખૂબ સરસ ગઝલ.

sudha mehta

04-06-2022

છેલ્લા બે શેર, ક્યા વાત ક્યા બાત કવિ ! lataben tamaarI comment pan mast hoy che.

હરીશ દાસાણી.મુંબઈ

04-06-2022

અનેક કવિઓની મનને પ્રસન્ન કરી દે એવી રચનાઓ અહીં વાંચવા મળે છે. સંકલન ખૂબ કાળજી અને સૂઝપૂર્વકનું છે.

છબીલભાઈ ત્રિવેદી

04-06-2022

આજનુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ ઉત્તમ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: