અરવિંદ ગડા ~ નવેલી નારનું ગીત * Arvind Gada


સાવ અચાનક અણજાણ્યો આ પહેલો પહેલો સ્પર્શ
સ્પર્શમાં હેત હેતની હેલી
અને પછી તો રોમ રોમ ઝંકૃત હ્રદયમાં ધક ધકનો ધબકાર
ધબકતી મારી અંદર નાર નવેલી!

મીઠો મીઠો આંખ ઉલાળો કરતો’તો એ રોજ, મુવાને શું યે સુઝ્યું
હોઠ મરોડી આંગળીઓ બે અડકાડીને છૂટ્ટી ફેંકી બેશરમીથી
અને શરમથી હું તો થઈ ગઈ પાણી પાણી ને અંદરથી
નાચી ઉઠી હું અલબેલી
અણજાણ્યો આ પહેલો પહેલો સ્પર્શ
સ્પર્શમાં હેત હેતની હેલી

હું યે મૂઇ કંઈ ઓછી નંઇ કે મરક મરક મલકાઈ જરા મેં નજરો ઢાળી
આંગળીઓથી લટ સંકોરી ભુવન મોહિની સમી અદાથી ઉપર જોયું
અને પછી તો અલબેલો એ છેલ છોગાળો થરક થરક થઈ
થરકી ઉઠ્યો અલ્લાબેલી!
રોમ રોમ ઝંકૃત હ્રદયમાં ધક ધકનો ધબકાર
ધબકતી મારી અંદર નાર નવેલી!

~ અરવિંદ ગડા

ચારેબાજુ શોધ્યા કરવાની ચાલતી રહેતી સતત પ્રક્રિયામાં આ ગીત મને ક્યાંથી જડ્યું, ઓસાણ નથી રહ્યું….
પણ આ ગીતના રચયિતા અરવિંદભાઇ એમની ફેસબુકવોલ પર જડયા નહીં!  

6 Responses

  1. Kirtichandra Shah says:

    આ ગીત ગમી જાય એવું છે ધન્યવાદ

  2. સરસ ગીત ખુબ ગમ્યું અભિનંદન

  3. સાજ મેવાડા says:

    આવું ‘રોમાન્ટીક’ ગીત પહેલીવાર વાંચ્યું.

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    શૃંગારરસની સ-રસ અભિવ્યકિત

  5. દીપક આર. વાલેરા says:

    સુંદર ગીત

  6. kishor Barot says:

    ગમી જાય તેવું ગીત. 👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: