કૈલાસ પંડિત ~ ભૂલી જવાનો  હું જ * Kailas Pandit * Asit Desai

ભૂલી જવાનો  હું જ,  એ કહેતા હતા મને
એવું  કહીને  એ જ  તો  ભૂલી  ગયા મને.

પૂછ્યું નથી  શું  કોઈએ,  મારા વિશે કશું?
તારા  વિશે  તો  કેટલું   પૂછે  બધા  મને!

ખોબો ભરીને  ક્યાંયથી  પીવા મળ્યું નહિ
દરિયો મળ્યો છે આમ તો  ડૂબી જવા મને.

ચાલો  હસીને  વાત કરો, એ જ  છે  ઘણું
મંજુર છે સહુ આપની એ  હા  કે  ના મને.

ભૂલી  જવાની  વાત  હવે  યાદ  ક્યાં મને
તારા  લખેલા  એટલાં   પત્રો  મળ્યાં  મને

થાકી ગયો’તો  ખૂબ ના ચાલી શકત જરા
સારું  થયું  કે લોક  તો  ઉંચકી  ગયા મને

~ કૈલાસ પંડિત

સાંભળો આ ગઝલ આસિત દેસાઈના સ્વરમાં

3 Responses

  1. ખુબ સરસ મજાની ગઝલ અને સ્વરાંકન લાજવાબ

  2. Kirtichandra Shah says:

    છબીલભાઇએ સરસ મૂલ્યાકંન કર્યું છે

  3. સાજ મેવાડા says:

    વાહ, ગઝલની અસલ રવાની, ગાયનમાં પણ.

Leave a Reply to Kirtichandra Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: