કપિલરાય ઠક્કર ‘મજનુ’ ~ જિગર પર

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો;

તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો…..

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,

શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો……

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,

અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો…..

કટોરા ઝેરના પીતાં જીવું છું એ વફાદારી,

કસોટી જો ગમે કરવી બીજું પ્યાલું ધરી જોજો…..

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,

વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર! ફરી જોજો.

~ કપિલરાય ઠક્કર ‘મજનુ’ (3.4.1892 – 19.2.1959)

કવિના જન્મદિને સ્મૃતિવંદના

5 Responses

  1. કવિ શ્રી ના જન્મદિવસે પ્રણામ ખુબ સરસ મજાની રચના અભિનંદન

  2. Minal Oza says:

    ગુજારે જે શિરે..ગઝલના લયમાં વહેતી સરસ ગઝલ. અભિનંદન.

  3. સ્મૃતિવંદન.

  4. પરંપરાના શાયરની શાનદાર ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: