કિસ્મત કુરેશી ~ છ ભાષી ગઝલ
जब इबादत की हमें फ़ुरसत मिली (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી. (ગુજરાતી)
मन खुदारा दोस्ते मन दारम हनोज़, (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી. (ગુજરાતી)
In the desert stream I couldn’t find (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી. (ગુજરાતી)
तस्य वचनम् – संभवामि युगे युगे, (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ? (ગુજરાતી)
प्राप्त की किस्मत ने ईश्वर की कृपा, (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી. (ગુજરાતી)
~ કિસ્મત કુરેશી
કવિની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના.
એક વિશિષ્ટ પ્રયોગ
સૌજન્ય : લયસ્તરો
વાહ સરસ પ્રયોગ નવા નવા કાવ્યપ્રકારો વાંચવા મળેછે તેનો ખુબ આનંદ છે પુણ્યતિથિ એ વંદન
છ ભાષી ગઝલ પ્રયોગ અપ્રતિમ છે..
કવિ કિસ્મત કુરેશીને સ્મરણ વંદના.
કવિ કિસ્મત કુરેશીના આ સુંદર પ્રયોગને બિરદાવવા સાથે કવિને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ.
સૌને ગ્રાહ્ય બંને એવા પ્રયોગ થતાં રહેવા જોઈએ. કવિને ભાવાંજલિ.
ખૂબ સરસ નવોન્મેસ. ગમ્યું.
બહુ જ બહુ જ બહુ જ સરસ …