મનોહર ત્રિવેદી ~ થોડા દિવસો પહેલાં * Manohar Trivedi

Photo by Loc Dang on Pexels.com

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય
ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા
ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત
જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

~ મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

વાત અહીં ખાલીપાની છે, એકલતાની છે પણ તડકો હળવેથી એમાં પ્રવેશ્યો છે….

12 Responses

 1. વાહ કવિ વાહ! પહેલાં તો એકલતા સતાવતી હતી હવે એ પરિસ્થિતિમાં કોઈક હુંફ પ્રવેશી છે એ સ્પંદનનું સુંદર નિરુપણ 💐👌

 2. વાહ કવિરાજ વાહ! ખૂબ સુંદર રચના 💐👌

 3. વાહ કવિરાજ વાહ! પહેલાં જે ખાલિપો હતો એમાં હવે કોઈ હુંફ પ્રવેશી છે, એ પરિસ્થિતિનું સુંદર નિરૂપણ 💐👌

 4. Niranjan Yagnik says:

  વાહ મનોહર, મનોહર રચના.

 5. મહેન્દ્ર જોશી says:

  સુંદર ગીત….

 6. દિલીપ જોશી says:

  મનોહર ત્રિવેદીનું આ ગીતમાં સમય ખાલીપાનો પ્રસ્તાર પામી હળવે હળવે ઉધડે છે.
  નોખી ભાત પાડતું ગીત છે.જે મનોહરિય મુદ્રા લઈને આવ્યું છે.

 7. દિલીપ જોશી says:

  મનોહર ત્રિવેદીના આ ગીતમાં સમય ખાલીપાનો પ્રસ્તાર પામી હળવે હળવે ઉધડે છે.
  નોખી ભાત પાડતું ગીત છે.જે મુદ્રા લઈને આવ્યું છે.

 8. દિલીપ જોશી says:

  મનોહરિય મુદ્રા ધરાવતું એકલતા અને સમયની ઝાંખી કરાવતું ગીત.

 9. Anonymous says:

  Khub saras

 10. મનિષા હાથી says:

  અદભુત રચના….શબ્દોમાં ખાલીપો વર્તાય છે .

 11. Damyanti says:

  वाह खूब सुन्दर दादा…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: