નવ્ય નિવાસે

પ્રિય કાવ્યપ્રેમીઓ
નમસ્કાર.
‘કાવ્યવિશ્વ’ના આ નવ્ય નિવાસે આપનું ફરી એકવાર સ્વાગત છે. ‘કાવ્યવિશ્વ’ સાથે બે વર્ષ અને ચાર મહિનાથી આપ જોડાયેલાં છો. આ કામ શરૂ કર્યું ત્યારે અવઢવ ઘણી હતી પણ આપ સૌના સહકારથી હવે કદમ સ્થિર થયાં છે, એટલું જ નહીં ‘કાવ્યવિશ્વ’ને નવા ગૃહે ફેરવવા માટે ઘણો સમય, શ્રમ અને સંપત્તિ ખર્ચવાની હિંમત પણ કરી શકી છું. અગાઉની કસ્ટમ ડિઝાઇનમાં ઘણી મર્યાદાઓ નડતી હતી એટલે બે વર્ષે એને વર્ડપ્રેસમાં ફેરવવાનું નક્કી કર્યું. એ કામ જાતે થઈ શકે એમ નહોતું. વળી મારી ડિઝાઇન નક્કી હતી જેને માટે નવા ટેકનીકલ એક્સપર્ટની જરૂર હતી. અને એ બધું ગોઠવ્યા પછી સવા બે વરસનો ડેટા ફેરવવાનું કામ ગંજાવર હતું જે લગભગ એકલે હાથે પાર પાડ્યું. આ બધામાં કવિતાને છાંયડે પણ સતત અને સખત મહેનત કર્યે જવાની હતી. ઈશ્વરની કૃપા કે એ થઈ શક્યું.
ડેટા મેન્યુઅલી ફેરવવાનો ફાયદો એ થયો કે ઘણી ભૂલો સુધારી શકાઈ. જો કે તોય ભૂલરહિત કામ હોવાનો દાવો નથી. એટલે જ ફરીને કવિઓને વિનંતિ કરી છે/કરું છું કે આપની રચનાઓ અનુકૂળતાએ જોઈ જજો. હવે સર્ચ એન્જિન ખૂબ પાવરફૂલ છે. નામથી કે કવિતાના શબ્દોથી એ તરત મળી રહેશે. કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી શકાશે. આપ આપના કાવ્યમાં પ્રતિભાવકનો આભાર પણ માની શકશો, જો રહી ગયું હોય તો. ભાવકો મહત્વના છે.
આ અંક ત્રીજા વર્ષનો એટલે કે 3-718મો થશે. નવી જગ્યા છે એટલે ફરી ગાડી પાટે ચડતાં થોડો સમય લાગશે. ત્યાં સુધી પ્રેમથી સાથ જાળવી રાખશો એવી અપેક્ષા. જરૂર લાગે ત્યાં તમારા સૂચનો ચોક્કસ કરશો જેથી એ અંગે વિચારી શકાય. ડેટા ફેરવવાની પ્રોસેસમાં એ આંખ સામે આવ્યું કે કેટલા કવિઓ અને ભાવકોએ સતત સાથ આપ્યો છે ! ઘણાં નામો મેં સતત જોયાં છે, પ્રતિભાવમાં….. આમ તો હું નિયમિત પ્રતિભાવો જોતી હોઉં છું અને જવાબ પણ લખતી હોઉં છું પણ આ એકસામટો અનુભવ મને ‘ગદગદ’ (અનુભવેલો શબ્દ) કરી ગયો. નામો અહીં નહીં લખું કેમ કે કોઈ રાજી થાય તો કોઈ નારાજ પણ ! (ચૂકી જવાયું હોય તો) પરંતુ આવી દરેક વ્યક્તિ મનમાં સમજી જ શકશે કે એમનું નામ અહીં મારા ટેરવે ચડેલું જ છે.
પોતાના કામનો પ્રતિભાવ સૌને ગમે. એકલે હાથે કામ કરું છું તો સ્વાભાવિક જ લોકો એને હોંકારો આપે એનાથી ખુશી થાય જ. થોડો થાક પણ ઉતરે અને ફરી ઉત્સાહ ભરાય. આશા રાખું કે આમ જ મને પ્રોત્સાહતા રહેજો… અને આ યાત્રા ચાલ્યા જ કરે….
ફરી એ વાત કહીશ કે મારે આ કામમાં મદદની જરૂર છે જ. જરૂરી નથી કે ટેકનીકલ જાણકારી હોય. આપને મરજી થાય તો સંપર્ક કરી શકો છો. મને આનંદ થશે.
અને ખાસ વિનંતી કે આ નવી જગ્યાએ like અથવા કોમેન્ટ માટે આપે email નાખવાનું રહેશે જ. અગાઉ એ ફરજિયાત નહોતું રાખ્યું પણ ત્યાં એ શક્ય હતું. અહીં એ શક્ય નથી. આપ એકવાર નામ અને email નાખશો પછી એ ઓટોમેટિક બતાવશે. દર વખતે એ ટાઈપ નહીં કરવું પડે, પણ આટલી તકલીફ મારા માટે, તમારા ‘કાવ્યવિશ્વ’ માટે જરૂર લેશો એવી અપેક્ષા અને વિનંતી.
તો મળીએ છીએ, મળતાં રહીશું.
લતા હિરાણીના વંદન
સ્વાગતમ્.
Your devotion to Kavita Jagat ena sarjko ena knoeledgable Bhavko ene amara jeva layman bhavko સૌ પ્રત્યે gajab છે (pardon me for hotchpotch)
કાવ્ય વિશ્વ પ્રત્યે એના રચયિતાઓ પ્રત્યે એના જ્ઞાતાઓ તરફ અને મારા જેવા લે મેન ભાવિક ભાવિકો પ્રત્યે આપનો
લતાબેન….આપ સાહિત્યની ખૂબ સુંદર સેવા કરી રહ્યાં છો… સુંદર કાવ્યોનાં ચયનથી કાવ્ય વિશ્વ અર્થસભર બની રહ્યું છે…આપને અભિનંદન અને શુભેચ્છાઓ
આદરણીય લતાજી,
આપની સાહિત્ય, કવિતા પ્રિતી, લગન અને અવિરત મહેનત ફળી છે, આપના આ અભિયાનની નોંધ વૈષિક સ્તરે લેવાઈ રહી છે. ખાસ તો આપે એક એવું ‘પ્લેટ ફોર્મ’ તૈયાર કર્યું છે જેનાથી કવિતાના ચાહકો અને અભ્યાસુંઓને ખૂબ જ મદદ મળે છે. અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.
આદરણીય લતાજી,
આપની સાહિત્ય, કવિતા પ્રિતી, લગન અને અવિરત મહેનત ફળી છે, આપના આ અભિયાનની નોંધ વૈષિક સ્તરે લેવાઈ રહી છે. ખાસ તો આપે એક એવું ‘પ્લેટ ફોર્મ’ તૈયાર કર્યું છે જેનાથી કવિતાના ચાહકો અને અભ્યાસુંઓને ખૂબ જ મદદ મળે છે. અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.
ખૂબ ઉમદા કાર્ય કરો છો લતાજી..આપની મહેનતને સલામ🙏
Khoob khoob abhinandan Ane anand . Sundar management 💐