હિના મોદી ~ એક સાંજે

એક સાંજે

સાત વર્ષના મારા દીકરાએ

એના ખભા કરતાં લગભગ ડબલ સાઇઝની

સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું –

મમ્મી ! તને ‘ફેઇસ રીડીંગ’ આવડે ?

હું જરા ચોંકી ગઇ

પછી – સ્વસ્થ થઇ મેં પૂછ્યું

’ફેઇસ રીડીંગ’ એટલે શું ?

એ બોલ્યો – જો હું તને શીખવું.

હું એને એકીટશે જોતી રહી

એ સડસડાટ બોલવા માંડ્યો,

આપણે જેની સાથે વાત કરતાં હોઇએ –

એનો ફેઇસ જોવાનો, એની આઇઝ જોવાની

તેથી આપણને ખબર પડે કે –

તે આપણો ફ્રેન્ડ છે કે એનીમી ?

હું ચુપચાપ એની ભોળી આંખો જોતી રહી.

મને એની ભોળી – કુતૂહલ આંખોમાં

અનેક પ્રશ્નોના ખડકલા દેખાયા

મને, એ ખીણમાં પ્રશ્નોનાં ઉત્તરો ખણતો અનુભવાયો.

તો શું..

હું આ ઘટનાને ‘વિશ્વદર્શન’ કહી શકું ?……..

~ હિના મોદી

માતાને માટે બાળકનું આ વિશ્વ સુખનું અને હળવાશનું કેન્દ્ર છે. સમસ્યાઓથી ઘેરાયેલી સ્ત્રીનું માતૃત્વ બાળકમાં ઓતપ્રોત થાય છે ત્યારે એ એક અલગ વિશ્વમાં પહોંચી જાય છે અને એની દુનિયા પણ સંપૂર્ણ અને સુખથી ભરીભરી થઇ જાય છે. બાળકની આંખમાં એ ઇશ્વરને જોઇ શકે છે, માત્ર જોઇ જ નહીં, અનુભવીયે શકે છે !! કદાચ એટલે જ કહેવાયું હશે કે ‘બાળકની આંખમાં બ્રહ્માંડ હોય છે.’ આ વાત આંખમાં તરવરતા ભોળપણની છે, એમાં તગતગતા વિસ્મયની છે. એટલે જ દરેક માતાને પોતાના બાળકમાં કાનુડો, કહો કે ઇશ્વર દેખાતો હશે ! એક નાનકડી વાતને માતાની મમતા, કવિની સંવેદના ઐશ્વરીય સ્તર સુધી પહોંચાડે છે. આ અછાંદસ કાવ્ય સામાન્ય વાતચીતથી શરુ થઇ સ્પર્શી જતા ચિંતનમાં સમાપ્ત થાય છે.

સાભાર : ‘ઊર્મીના આકાશે’ અને ‘ઊર્મીના આકાર’ કાવ્યસંગ્રહો 

5.1.21

Kirti Shah

13-04-2021

કવીતા સદા કરુ નાં મયી

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિયત્રિ હીના મોદીની કવિતા શીખવા જેવી.

હિના મોદી

13-04-2021

આભાર
માનનીય લતાબેન
કાવ્ય વિશ્વમાં મારા સ્વરરિત કાવ્યને સ્થાન આપવા બદલ.
મારાં અનુભૂતિ વિશ્વને સ્વથી સર્વ સુધી પહોંચડવા બદલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: