લતા હિરાણી ~ મારી આંખો * Lata Hirani

મારી આંખો ઉજાગરાએ ઘેરી 
દૃશ્યોની પોઠો ને વણઝારો હાલી છે, આખીયે રાત બની વેરી
મારી આંખો ઉજાગરાએ ઘેરી ……..

ધુમ્મસિયો સાદ અને ધસમસતી નાવ એવા ચડતા ને ઊતરતા પૂર
સાત સાત પાતાળે ધરબેલા પથરાના કેમ કરી કાઢવા કસૂર
કાંટે કંતાતી નજરુંની ધારો ને અંધારું ગજવે છે શેરી  
મારી આંખો ઉજાગરાએ ઘેરી …….

ઊંડે ને ઊંડે એ ઊતરતી જઈને તડકાના ટુકડાઓ તોડે
અણદીઠા આધારે લટકયા કરીને એ પરપોટે ઘટનાઓ ફોડે
ઘડી ઘડી ગણતાં જો ફાટી જાય પહો’ તો એને લઉં પ્રેમથી પે’રી 
મારી આંખો ઉજાગરાએ ઘેરી …….. 

~ લતા હિરાણી

કાવ્યસંગ્રહો  1. ‘ઝળઝળિયાં’  2. ‘ઝરમર’

કાવ્ય : લતા હિરાણી સ્વરાંકન અને સ્વર : નેહા સોલંકી

Purushottam Mevada, Saaj

13-04-2021

વાહ, લતાજી, નવોન્મિશ ભાવ, આંખો ઊંઘથી ઘેરાર પણ અહીં તો ઉજાગરાએ ઘેરી છે, સુંદર. નેહાજીએ સુંદર ગાયું છે, સ્વરાન્કન સરસ.

ચંદ્રકાન્ત ધલ

13-04-2021

લતાબહેનનું ‘મારી આંખો ઉજાગરાએ ઘેરી’ ગીત રૂપકોના નવા આયામો સર કરે છે. પહેલા અંતરામાં સાત સાત પાતાળે ધરબાયેલા પથરાના કેમ કરી કાઢવા કસૂર. કવીયિત્રીના કલ્પના ચક્ષુ પાતાળના પથરા સુધી રાવ લઈ જાય છે પણ એ લઈ જવી નિરર્થક લાગે છે અને બીજા અંતરામાં ઊંડે ને ઊંડે ઉતરતી જઈને તડકાના ટુકડાઓ તોડે જેવી અનુભૂતિ વ્યક્ત કરી છે પણ તડકાના ટુકડા થાય ? થાય તો પણ તૂટે ? હમેશ પ્રમાણે કવીયિત્રી નવું જ કલ્પન આ ગીતમાં પણ લાવ્યા છે. ચોક્કસ માણવું અને સાંભળવું ગમે એવુ તાજગી સભરનું ગીત.

Dipa Padalya

13-04-2021

Mari aankho… khub sundar rachna. grea t.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: