ગોપાલી બુચ ~ તું ન હતો

તું ન હતો ત્યારે પણ હું હું જ હતી

તું હતો ત્યારે પણ હું હું જ હતી,

તું નથી, ત્યારે પણ હું હું જ છું.

જો, હું જીવું છું.

જીવતી લાશ થઇને નહીં,

તેજ તોખાર, ધબકતો શ્વાસ લઇને જીવું છું.

ઉપરી તોફાનો જોઇ એમ ન માનીશ

કે, હું ઘુમરાઉં છું, વલખાઉં છું, ખળભળું છું

ઊછળતાં સમંદરના મોજાંની જેમ

ના, એ મારું ઉપરી સ્વરૂપ છે.

ભીતરથી હું શાંત છું, સ્વસ્થ છું, સબળ છું.

મારા ચિંતન અને મનનમાં મસ્ત છું.

દરિયાની સ્થિતપ્રજ્ઞ ગહેરાઇની જેમ. ………….

~ ગોપાલી બુચ

નિરાશા, નિસાસા કે આંસુને કોઇ સ્થાન નહીં, બસ તેજ તોખાર ધબકતો શ્વાસ… શબ્દો સીધા છે. સરળ છે. પોતાના અસ્તિત્વને કોઇના હોવા, ન હોવા સાથે સંબંધ નથી… હું છું, હું હતી અને હું રહીશ… તું હોય કે ન હોય !!! કોઇના પર અવલંબિત, ઓશિયાળું મારું જીવન નથી જ નથી… નૈયા કદાચ ડગમગી હશે પણ આખરે એ પાર ઉતરી છે કેમ કે પોતાનું સુકાન પોતાના હાથમાં છે !!

અધ્યાત્મ કહો કે ચિંતન કહો, એ કહે છે કે જે અંદર છે તે જ બહાર પ્રદર્શિત થાય છે. એને ઢાંકી શકાતું નથી, છુપાવી શકાતું નથી, રોકી શકાતું નથી.. દરેકનું પોતાનું એક આગવું સત્ય હોય છે. દરેકનો એ અધિકાર છે, એ પ્રમાણે જીવવાનો પણ…  કવિતાનું એક સત્ય છે, એ કલાનું સત્ય છે. ભલે એ કોઇ ચોક્કસ ક્ષણનું હોય, ચોક્કસ સમયનું હોય. સમયના એ ટુકડાનો, ક્ષણોના એ દ્વિપનો આકાર મનમાં, શબ્દોમાં, સર્જનમાં ચિતરાઇ જાય છે, કોતરાઇ જાય છે અને પછી એ સ્વરૂપે જીવ્યા કરે છે..

22.4.21

દિનેશ ડોંગરે નાદાન

23-04-2021

મુરબ્બી લલિત ત્રિવેદી ની રચના તેમજ ગોપાલી બેન ની રચના
સામ સામા છેડાની હોવાં છતાં એક અલગ ફ્લેવરને ને કારણે અદભૂત આનંદ આપે છે. લતાબેન નું સંકલન કાબિલે દાદ છે.

parbatkumar

22-04-2021

વાહ
હરદયસ્પર્શી અનુભૂતિ

Gopali Buch

22-04-2021

મારાં કાવ્યને પ્રતિસાદ આપવા બદલ સૌનો આભાર ?
આભાર લતાબહેન

કાજલ સતાણી “મીરાં”

22-04-2021

મને જાણે હું મળી ગઈ હોય એવી અનુભુતિ થઈ..હદય સોંસરવા ઊતરી ગયાં બધા શબ્દો..સ્વતંત્ર સખ્યમુલકનું અનમોલ નજરાણુ એટલે આ કાવ્ય..ગોપાલીબહેન ..આપની સંવેદનામુલક આ કવિતા સ્પર્શી ગઇ..??

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ

22-04-2021

આ કવિતા ની ખુમારી માણવા જેવી છે.

vipul acharya

22-04-2021

Gopalinu kavya saras chhe.
MADHAVBHAINE JANMADIIVAS SUBHECHHAO.KEEP HEALTHY UN TILL LAST BREATH.

kishor Barot

22-04-2021

સુંદર અભિવ્યક્તિ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: