મનોજ જોશી ‘મન’ ~ નાનકડી છે સોય * Manoj Joshi

કોરોના કાવ્ય

નાનકડી છે સોય ! પણ કરશે મોટું કામ
Vaccine લેવાં દોડજો મૂકી કામ તમામ !

ના તો સરહદ શસ્ત્ર કંઈ ! જુદું છે આ યુદ્ધ !
Vaccine લઈ ઘરમાં રહે, એ કહેવાશે બુદ્ધ !

અફવાનાં નહીં સત્યનાં પલ્લામાં પગ રાખ !
Vaccine લઈને વીંધ તું Coronaની આંખ !

માથાં કાપી થાકશો, ના લઈ શકશો પ્રાણ !
Coronaની નાભિમાં મારો Vaccine બાણ !

– ડૉ. મનોજ જોશી ‘મન’

કવિ મનોજ જોશી એક ખૂબ સારા ગઝલકાર છે અને એમની ગઝલ આપણે ભવિષ્યમાં માણીશું પણ અત્યારે મને એમના ખૂબ અસરકારક આ વેકસીન દોહા મૂકવા યોગ્ય લાગ્યા. વેક્સીનની આવશ્યકતા પર કોઈ બેમત નથી. એકબાજુ 140 કરોડની પ્રજા છે બીજી બાજુ વેક્સિનની તંગી છે અને એવા સમયમાં પણ વેકસીન ડોઝ નકામા જાય છે જેનું પ્રમાણ ગામડાઓમાં ખૂબ વધારે છે ત્યારે આવી કવિતાઓ લોકોની આંખ ઉઘાડી શકે !  અભિનંદન મનોજભાઇ…

22.5.21

***

વિવેક ટેલર

24-05-2021

મજાના સમસામયિક દોહાઓ…

🙂

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

22-05-2021

કવિ ‘મન’ ના દોહા ગમ્યા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: