નયના જાની ~ આ ધોધમાર વરસે

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

~ નયના જાની

હમણાં તોફાની મેહ ઘણું વરસી ગયો પણ કવિ નયના જાની પરમની ધારે આકંઠ ભીંજાવાની વાત કરે છે.

અપાર, ધોધમાર વરસે છે, ચોમેર ધાર વરસે છે અને જે વરસે છે એ અનહદની ધાર છે, પરમનો તાર છે.. એ તો બસ વરસ્યા કરે છે. જ્યાં હૈયું છે, જ્યાં અભિપ્સા છે, જ્યાં તરસ છે, જ્યાં પ્રબળ ઝંખના છે ત્યાં એ મન મૂકીને વરસે છે. જે એને આટલું ઝંખે છે એને એમાં ભીંજાવાનું કે નહાવાનું જ નહીં, તણાવાનું યે મંજૂર છે… દુન્યવી માયાથી દૂર થઇ જવામાં કેટલું સૌભાગ્ય છે !!

21.5.21

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

21-05-2021

કવિયત્રી નયના જાનીની ગઝલ ખૂબ સરસ પ્રતિકાત્મક, ગમી.

કિશોર બારોટ

21-05-2021

સવાર સુધારી દીધી.

vipul acharya

21-05-2021

waah…waah…

રેણુકા દવે

21-05-2021

વાહ વાહ…
મારી મનપસંદ ગઝલ..
સુવાંગ સુંદર…ભાવસભર આને લયની હળુ હળુ લહેરમાં ભાવકને લઇને વહી જતી રચના.
નયનાબેન અને લતાબેન બંને ને અભિનંદન… આભાર

1 Response

  1. Anonymous says:

    સરસ લયબદ્ધ રચના…આવી ધરાર વરસે…વાહ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: