રાજેન્દ્ર શુક્લ ~ સામાય ધસી જઈએ * Rajendra Shukl

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ…

આમેય વીતવવાની છે રાત સરોવરમાં
તો ચાલ, કમલદલમાં આ રાત ફસી જઈએ…

એકએક કસોટીમાંથી પાર ઉતરવાનું
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઈએ…

આ ફીણ તરંગોના, છે શીખ સમંદરની
રેતાળ કિનારા પર હેતાળ ફસી જઈએ…

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વાસી જઈએ…

~ રાજેન્દ્ર શુક્લ

આવી સરસ રચના અને એમને એનું ગાન થતું હોય ત્યારે એને સાંભળવાની ને એમાં ડૂબી જવાની મજા કૈંક ઓર જ છે…. કવિતાને પામવાની આથી મજાની રીત બીજી કઈ હોઇ શકે ?

23.5.21

રચના : રાજેન્દ્ર શુક્લ * સ્વરાંકન અને સ્વર : અમર ભટ્ટ

***

દીપક વાલેરા એડવોકેટ

14-06-2021

બેનમૂન રચના

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

23-05-2021

વાહ, ગઝલ.અને સ્વરાંકન, ગાયન ખૂબજ સરસ. માણીને હ્રદય બાગબાગ થઇ ગયું.

અરવિંદભાઈ દવે

23-05-2021

રાજેન્દ્ર શુક્લ….નાભિમાંથી નીકળીને હૃદયનાં ભાવો લઈને ભાવકને ભાવસાગરની સફર કરાવનાર ઘૂંટાઈને નીકળતો સ્વર…
કવિ કરતા ઘણું ઘણું વિશેષ….કવિર્મનીષિ પરિભૂ સ્વયંભૂ….
સામાય ધસી જઈએ….સરળ શબ્દોમાં કેટલી સુંદર વાત સહજ રીતે આપી છે….??? એમાંય અમર ભટ્ટનું સ્વરાંકન…સોનામાં સુગંધ…
આભાર કાવ્ય-વિશ્વ….

રેખાબેન ભટ્ટ

23-05-2021

રાજેન્દ્ર શુક્લની સુંદર રચના અને અમર ભટ્ટનું સ્વરબધ્ધ કરેલું… અવિસ્મરણીય રચના બની ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: