ઇંગીત ચિનુ મોદી ~ આંખો રણની * Ingit Chinu Modi

આંખો રણની ભીની થઇ ગઇ
રેતી જ્યાં બર્ફીલી થઇ ગઇ

પૃથ્વી ફરતી પડખું ત્યારે
ડરથી ભીંતો ધુજતી થઇ ગઇ

તૂટેલાં ચ્હેરા જોડ્યા તો
પાદરમાં તો ખાંભી થઇ ગઇ

આપી દે ભૂલોની માફી
ગુનાની તૈયારી થઈ ગઈ

ટક ટક દરવાજા પર પડતાં
ઘટના ઘરમાં ફરતી થઇ ગઇ

– ઇંગીત ચિનુ મોદી

ખૂબ જાણીતા અને લોકપ્રિય કવિ ચીનુ મોદીના પુત્ર ઇંગિતભાઈ છેલ્લા થોડાક વર્ષોથી પૂરા રસથી કાવ્યસર્જન તરફ વળ્યા છે. પ્રિય ચીનુભાઈએ શરૂ કરેલી અને હાલ કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના વડપણ હેઠળ ચાલતી ‘શનિસભા’નું દાયિત્વ સંભાળતા એમની કાવ્યસૂઝ પ્રગતિના પંથે છે…

આ ગઝલમાં ‘રણની આંખો ભીની થવાની વાત’ અને માનવસ્વભાવની સચોટ રજૂઆત ‘આપી દે ભૂલોની માફી ; ગુનાની તૈયારી થઈ ગઈ.’  એની સરસ મજાની સાબિતી. 

24.5.21

***

ચંદ્રકાન્ત ધલ

25-05-2021

ઇનગીતભાઈની ઉત્કૃષ્ટ રચના. ગઝલના દરેક શેર દાદ માંગી લે તેવા છે.

દિવા (પાંડેય) ભટ્ટ

24-05-2021

વાહ! ટુંકી બહરની સરસ મજાની ગઝલ થઈ છે.
તૂટેલા ચહેરા જોડ્યા તો…પંક્તિ પણ બહુ સરસ બની છે.

સુરેશ’ચંદ્ર’રાવલ

24-05-2021

ઈન્ગીતભાઈ સુંદર ગઝલ લઈને આવ્યાં છે..
સવાર સવારની ઝાકળ રણની આંખને ભીની કરતી હશે.
બહું મર્મસ્પર્શી ગઝલ છે…ઈગીતભાઈ અને લતાબેનને અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: