નિશિ સિંહ ~ હાથ છૂટ્યો

હાથ છૂટ્યો પણ હ્રદય તો ત્યાં રહ્યું !

ના ઇલાજે તન ફકત પાછું વળ્યું !

કોણ સાચું માનશે ? કોને કહું ?

દિલ દેતાં તો દઇ દીધું ભારે પડયું !

જિંદગી છે સ્નેહનું ઝરણું અગર,

કોણ લથબથ, કોણ ખળખળ વિસ્તર્યુ ?

પ્રેમના વૈફલ્યની એ ફલશ્રુતિ,

કે પરખવું એકને નિષ્ફળ બન્યું !

લાગણીનું વિશ્વ છે સમૃદ્ધ પણ,

આ ઘરોબે કોણ અનહદ ઓગળ્યું !

એ નથી સમજાતું, શું છે પામવું ?

એ મને સમજાવતાં આંસુ સર્યું !

ચાલતી વેળા પ્રણયના માર્ગ પર,

એકધાર્યુ કોણ એ ચાહી શક્યું !

– નિશિ સિંહ 

કવિ કવિતામાં પ્રગતિને પંથે છે. આ ગઝલમાં મને આ શેર ગમ્યો – 

એ નથી સમજાતું, શું છે પામવું ? એ મને સમજાવતાં આંસુ સર્યું !’

સરસ નિશિ, લખતાં રહો.

4.6.21

Varij Luhar

07-06-2021

નિશી સિંહ નું કાવ્ય અને આસ્વાદ માણવા ગમ્યા

કિશોર બારોટ

06-06-2021

ગમી જાય તેવી ગઝલ.

નિશિ સિંહ

04-06-2021

ખૂબ સુંદર પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરનાર સર્વ માનનીય મિત્રોનો ખૂબ ખૂબ આભાર ???

નિશિ સિંહ

04-06-2021

મારી કૃતિનો ખૂબ સુંદર રીતે ઉઘાડ કરવા અને કાવ્ય વિશ્વમાં સ્થાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને વંદન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

04-06-2021

ગઝલની મૂળભૂત વિભાવનાને ઉજાગર કરતી સરસ ગઝલ.

Varij Luhar

04-06-2021

ખૂબ સરસ કાવ્ય

રેખાબેન ભટ્ટ

04-06-2021

કોણ ખળખળ વિસ્તર્યું? વાહ, સુંદર નિશી સિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: