સરલા સુતરીયા ‘સરલ’ ~ હેઠો ઉતર

મોટી મોટી વાત ન કર હેઠો ઉતર

ઊંચો નીચો સાદ ન કર, હેઠો ઉતર.

કૈંક જન્મોના ઋણોથી સાથ મળ્યો

ખાલી ખોટ્ટો વાદ ન કર, હેઠો ઉતર.

વહેંત ઊંચી કામનાઓ જાગે જ્યારે

આભ ઊંચો વાર ના કર, હેઠો ઉતર.

માંડ મળે જો હાથમાં મનગમતી રેખા

જિંદગી તારાજ ન કર, હેઠો ઉતર.

જોયાં શમણાં ભાર વિના ખુલ્લી આંખે

જાણ વિના હાશ ના કર, હેઠો ઉતર ………. 

~ સરલા સુતરીયા ‘સરલ’

‘હેઠો ઉતર’ રદીફ, કાઠિયાવાડી બોલીનો આ જાણીતો શબ્દપ્રયોગ છે. ‘હેઠો ઉતર’નો સીધો અર્થ નીચે ઉતર એમ તો થાય જ પણ એક ચોક્કસ રીતે બોલાય તો એની ભાવછાયા થોડી વિસ્તરે છે અને એમાં – ‘નીચે ઉતર નહીંતર પડીશ તો જોવાજેવી થશે’ – જેવો ભાવ સમાયેલો છે. નીચે ઉતરવાનું કહેવામાં થોડો વ્યંગ્ય, કટાક્ષ અને ચીડ જેવુંય ભળે. બોલવામાં ‘ઠ’ બેવડાઇને ‘હેઠ્ઠો’ પણ બની જાય અને ત્યારે એ લહેકાને સાંભળવાની મજા જુદી જ છે.

ચડી ગયેલ (છકી ગયેલ) માણસને હેઠો ઉતારવામાં ભલભલા સંતો, દાર્શનિકો, પુસ્તકો, ધર્મો પાછા પડે છે. માણસને અરીસો બતાવવો કે એની હેસિયતનું ભાન કરાવવું એ સૌથી અઘરી વાત છે. બીજી બાજુ લોક એવાય છે કે જેને બીજાને અરીસો બતાવવાની બહુ ચટપટી છે. પોતાની સામે જોવાની ફુરસદ નથી. કોણ ક્યાં કેમ ખોટું છે એના માટે એ સૂક્ષ્મદર્શક કાચ લઈને ફરે છે. કોઈ હાથમાં આવ્યું નથી કે એને વેતરી નાખ્યો નથી ! રાઈનો પહાડ કરવાની કળા એ સારી રીતે જાણે છે. આવા લોકથીયે સંભાળવા જેવું ! એ વળી જુદી રીતે ઊંચે ચડેલા છે. એને કે’વું પડે, ‘બહુ થયું, ભાઈ હવે હેઠો ઉતર !

22.6.21

Sarla Sutaria

08-07-2021

આપને મારી ગઝલ ગમી એ બદલ ખૂબ ખૂબ આભાર ??
કિશોરભાઈ, કીર્તિચંદ્રભાઈ, વારીજભાઈ, પુરુષોત્તમભાઈ, કેતકીબેન, પ્રફુલ્લભાઈ, અનુ, વિપુલભાઈ

Vipul Mangroliya

05-07-2021

સરસ રદીફ સાથે સરસ ગઝલ

Ansuya Desai

28-06-2021

ઊંચાઈ પર પહોંચવું હોય તો અહંકાર દૂર કરી નીચે ઉતરવું જરૂરી છે.વાહ ખૂબ સરસ રચના. હાર્દિક અભિનંદન બેના ?

પ્રફુલ્લ પંડ્યા

23-06-2021

ભલભલાંને હેઠાં ઉતારતી સુંદર ગઝલ : સરલાબેનને હાર્દિક અભિનંદન !

Ketaki Urmil Munshi

23-06-2021

વાહ !

Sarla Sutaria

22-06-2021

કાવ્ય વિશ્વની પ્રતિષ્ઠિત સાઈટ પર મારી ગઝલને સ્થાન આપી બિરદાવી એ બદલ ખૂબ ખૂબ આભાર લતાબેન

Sarla Sutaria

22-06-2021

ખાલી ખોટો વાદ ન કર હેઠો ઉતર…

“વાડો” નહીં. “વાદ” છે…

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

22-06-2021

વાહ, કવિયિત્રી સરલાબેન, તમે.ભલભલા ને હેઠ્ઠે ઉતારી દીધા. મજાની ગઝલ.

Varij Luhar

22-06-2021

વાહ..સરલા બહેન ની સરસ ગઝલ સ્થાન પામી

kishor Barot

22-06-2021

સરલા બેનની સરળ બાનીમાં સુંદર અભિવ્યક્તિ.
અભિનંદન, બહેનજી ?

Kirtichandra Shah

22-06-2021

Hirani Ben na hathe thayel Rasdarshan pachi kai j kahevanu rahun nathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: