ભગવતીકુમાર શર્મા ~ चाँद से लिपटी हुई * Bhagavatikumar Sharma * Rasbihari Desai

चाँद से लिपटी हुई सी रात है पर तू नहीं
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
हर तरफ बरसात ही बरसात है पर तू नहीं

है जमीं बंझर मगर यादों की हरियाली भी है
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

मौसम ए बारिश में कश्ती को डुबोना चाहिए
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

बोझ आहों का अकेला मैं उठा सकता नहीं
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી – ભગવતીકુમાર શર્મા

કવિ ભગવતીકુમાર શર્માની આ દર્દભરી દ્વિભાષી ગઝલ સાંભળો ખૂબ જાણીતા અને લોકપ્રિય સંગીતકાર રાસબિહારી દેસાઈના સ્વરમાં. આ અદભૂત સ્વરકાર અને ગાયક રાસબિહારીજીનો આજે 86મો જન્મદિવસ.

23.6.21

કાવ્ય : ભગવતીકુમાર શર્મા * સ્વરાંકન રથીન મહેતા * સ્વર : રાસબિહારી દેસાઇ

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

23-06-2021

આવો મિશ્ર ભાષા પ્રયોગ ખૂબ સમજણ માગીલે છે, જે અહીં સુપેરે નિભાવવામાં આવી છે.

પ્રફુલ્લ પંડ્યા

23-06-2021

અદભૂત રચના અને ગાયન બંને ! એમાં પણ દ્વિભાષી સૂર- સ્વરોની મિશ્ર અનુભૂતિ શ્રોતાઓને ડોલાવે છે.રથીન મહેતાનું સ્વરાંકન અને શ્રેષ્ઠ ગાયક શ્રી રાસબિહારી દેસાઈનો મધુર ધેધુર અને હ્રદયસ્પર્શી અવાજ મંત્રમુગ્ધ કરે છે.ભગવતિભાઈની આ સુંદર રચનાને રાસબિહારી ભાઈએ સદાને માટે યાદગાર બનાવી દીધી છે.હાર્દિક અભિનંદન સૌને ! જય હો ” કાવ્ય વિશ્વ” !
પ્રફુલ્લ પંડ્યા

Sarla Sutaria

23-06-2021

ગીતકાર અને ગાયક બંને અદભૂત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: