ડો. મુકેશ જોશી ~ આભ સામે

આભ સામે તાકવાની આદતો પડતી જશે;
રાત આખી જાગવાની આદતો પડતી જશે.

આપ મારી જેમ થોડું જીવવાનું રાખજો;
જાતને બસ માપવાની આદતો પડતી જશે.

છે શરત બસ એટલી કે છોડવાનું નહીં કદી;
હારને પડકારવાની આદતો પડતી જશે.

સાથમાં જે પ્રેમથી ગાળી હતી ને આપણે;
એ ક્ષણોને માણવાની આદતો પડતી જશે.

ચાહવાની ચાહ રાખી ને જરા જોઈ જુઓ;
દર્પણોને ચાહવાની આદતો પડતી જશે.

શ્રેષ્ઠ જોવા છે જરા બસ એટલું નક્કી કરો;
સ્વપ્નને શણગારવાની આદતો પડતી જશે.

~ ડૉ. મુકેશ જોષી (અમદાવાદ) 

આજે મળીએ અમદાવાદના કવિ ડો. મુકેશ જોશીને. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે આપણે આદતોથી ઘેરાઈ જઈએ છીએ. એ કોઈપણ પ્રકારની હોય, રાત આખી જાગીને આભ સામે તાકયા કરવાની, દર્પણને ચાહવાની અને સ્વપ્નને શણગારવાની આદત…. આદત એ જિંદગીનું બીજું નામ. જીવનને ચકાસવા, માપવાનું એનું કામ. ‘જાતને માપવાની’ કે ‘હારને પડકારવાની’ જેવી ફિલોસોફી પણ કવિએ ચર્ચી છે.

6.9.21

***

છબીલભાઈ ત્રિવેદી

11-09-2021

ડો, મુકેશ જોશી નુ કાવ્ય ખુબજ સરસ જીવન મા આદત તો ઘણી હોય છે કોઈ સારી તો કોઈ ખરાબ આદત સે મજબુર અે કહેવત ખુબ પ્રચલિત છે ખુબ જુદા જુદા વિષયો લઇ ને સરસ મજાના કાવ્યો આપ આપો છો ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

kishor Barot

08-09-2021

સુંદર ગઝલ.
અભિનંદન, મુકેશ ભાઈ. ?

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

06-09-2021

કવિશ્રી મૂકેશ જોષીની ગઝલ, ‘કાબિલે દાદ’ આદતોનું વિવરણ કરે છે, આમતો આપણે બધાજ અમૂક આદતોના ગુલામ છીએ. લો મને kavyavishva.com દરરોજ વાંચવાની આદત પડી છે.

દિનેશ ડોંગરે નાદાન

06-09-2021

સરસ ગઝલ છે મુકેશભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: