ચંદ્ર તળાવિયા ~ પ્રેમના મારગમાં

પ્રેમના મારગમાં રાહ તારી જોઈને
થાકી ગયું છે દિલ આ ………..

તને કોણ કરે પ્રેમ હવે.. જા…

એકલામાં મારી તું હાજરીને ઝંખે
ને હાજરીમાં પાળે એકાંત
લોકોથી જાણ્યું કે ઘણીવાર તું

મારી યાદમાં કરે છે કલ્પાંત
મનથી તો ફૂલોની ઝંખના કરે ને
તોય પકડે છે કાંટો તું કાં? ……..

તને કોણ કરે પ્રેમ હવે… જા…

પહેલા તો ચોરીથી સામું જુએ
ને પછી શરમુંના ખોડી દે સ્તંભ
આંખોના ચમકારા પલકોથી ઢાંકીને
ડાહ્યા થવાનો કરે દંભ
આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’,
તોય પૂછું તો કહે;”ના રે ના” ….

તને કોણ કરે પ્રેમ હવે… જા… – ચંદ્રા તળાવીયા

આજના સમયનો હોટ ફેવરીટ ડાયલોગ – ‘I love u’ કે પછી થોડો સાહિત્યિક સંવાદ – ‘હું તને પ્રેમ કરું છું’ – આ બંનેમાંથી કોઈપણ બોલો ને, એની પાસે સાવ ફિક્કું જ લાગે, જ્યારે કોઈ એમ કહે ‘તને કોણ કરે પ્રેમ હવે…જા…’ ! આમ કહેનાર પોતે જ એને પ્રેમ કરે છે. પ્રેમ છે, છે અને છે જ. વચ્ચેનો ‘કોણ’ શબ્દ અર્થ વગરનો કેમ કે બીજું કોઈ વચ્ચે આવીને તો જુએ ! વેલેન્ટાઇન સ્પેશ્યલ બની જાય એવો આ ફ્રેઝ ! તમારો પ્રેમી આમાં વર્ણવેલ છે એવો/એવી ન હોય તોય વાપરી જુઓ ! અને પછી જોજો એનો જાદુ ! મને તો મોજ પડી ગઈ… સાચ્ચે જ….તમનેય મજા પડશે.. 

મૂંઝાયેલા છોકરા પર છોકરી છવાઈ ગઈ છે. છોકરો કાંઇ બોલતો નથી પણ એના મનની વાત એના રુંવાડા પર લખાયેલી છે. છોકરીની આંખો સાચું પકડી લે છે અને શબ્દો ફૂટે છે, ‘આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’,
તોય પૂછું તો કહે;”ના રે ના” ….

7.9.21

આભાર આપનો

11-09-2021

આભાર આપનો

છબીલભાઈ, મેવાડાજી, કિશોરભાઇ, પ્રણવભાઈ અને મયૂરભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

11-09-2021

આજનુ ચંદ્રા તળાવિયા નુ કાવ્ય ખુબજ સરસ પ્રેમ અેતો કુદરત નો અમુલ્ય ઉપહાર છે માનવ જાત માટે અને તેની અભિવ્યક્તિ પણ જુદી જુદી રીતે આપણા કાવ્યો મા થઈ છે અેવી જુદીજ અભિવ્યક્તિ નુ સરસ કાવ્ય લેખીકા ને અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

08-09-2021

આ કવિતા વાંચતા પ્રેમીઓની વાતમાં થતી ચડભડ, મનામણા-રીસામણાં અનુભવાય છે.

કિશોર બારોટ

08-09-2021

આ ગીત મેં પહેલીવાર વાંચ્યું ત્યારે જ મારી ડાયરીમાં લઈ લીધું હતું.
લતાબેન, તમારી સંપાદકિય દ્રષ્ટિને સલામ.

Pranav thaker

07-09-2021

Babu j saras…નાયિકા પોતાના જ મનોભાવ વ્યક્ત કરતી હોય એવું લાગે

મયૂર કોલડિયા

07-09-2021

સુંદર વર્ણન સાથે…. લયબદ્ધ… વાહ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: