જિજ્ઞા ત્રિવેદી ~ ફકત એ વાતને Jigna Trivedi 

ફકત એ વાતને કોઈ સમજનારા નથી હોતા,
જીવનના માર્ગ પર ચોમેર અંધારા નથી હોતા.

નજરનો દોષ છે તેથી નથી સૌંદર્ય દેખાતું,
નથી એકેય એવા દૃશ્ય જે સારા નથી હોતા.

અગર આ શ્વાસ દાઝે તો હવાનો વાંક ના કાઢો,
વહેતી ખૂશ્બુના રસ્તે જ અંગારા નથી હોતા.

અનોખા રૂપની સાથે અનોખા રંગ છે સૌના,
વિકસવા ફૂલને માટે કશા ધારા નથી હોતા.

કરે છે આવ – જા ફળિયે હંમેશા કેટલા પગલાં,
છતાં પ્રત્યેક પગરવ દોસ્ત, ભણકારા નથી હોતા.

~ જિજ્ઞા ત્રિવેદી

સરસ કાવ્યો લખનાર સ્ત્રી સર્જકો ઓછાં છે, એમાંના એક જિજ્ઞા ત્રિવેદી. આખી ગઝલ પોઝિટિવિટીથી ભરેલી છે…. અને આ છેલ્લી પંક્તિ, ‘પ્રત્યેક પગરવ દોસ્ત, ભણકારા નથી હોતા.’ વિશેષ ગમી.

31.12.21

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ 31-12-2021 * ગઝલ્માં પોસીટીવીટી/સકારાક્મતા લાવવી ઘણું અઘરું છે, પણ કવિયત્રીએ સુપેરે કર્યું છે, લતાજીની નોંધ યોગ્ય છે.

Diwa Bhatt 31-12-2021 * બહુ સરસ ગઝલ છે. આખી રચનાની ચાવી પહેલી જ લીટી મા છે.

છબીલભાઈ ત્રિવેદી 31-12-2021 * આજની જીજ્ઞાબહેન ની રચના ખુબ ગમી જીવન મા હકારાત્મક અભિગમ રાખવા થી જીવન સરળ બની જાય છે બધા શેર સારા છેલ્લો શેર ખુબ ઉત્તમ ખુબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: