ગુલામ મોહમ્મદ શેખ ~ વરસે ફોરાં

વરસે ફોરાં ~ ગુલામ મોહમ્મદ શેખ

વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં,
આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં !
આજ ફરી પાછાં વરસે ફોરાં.

કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને આપણા ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !

ઢળું ઢળું તારી પાંપણો જેવી આખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !

મનને મારે ખોરડે આજેય ચૂવતી જાણે આંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
આપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું – આવજો ઓરાં !

ગુલામ મોહમ્મદ શેખ

મીઠું મધુર ગીત. કવિને જન્મદિવસે સ્મૃતિવંદન.

16.2.22

***

Dipti Vachhrajani

16-02-2022

વાહ વાહ અતિસુંદર ગીત…

Varij Luhar

16-02-2022

વરસે ફોરાં.. ખૂબ સરસ ગીત..
કવિશ્રી ની શબ્દ ચેતનાને વંદન 🙏

Ingit Chinu Modi

16-02-2022

વાહ

Ingit

16-02-2022

વાહ… મન ને ખોરડે ચુવતી આંખો

સાજ મેવાડા

16-02-2022

વાહ, મોટાં વરસાદનાં ફોરોં જેવાં મિલનનાં આંસું.

છબીલભાઈ ત્રિવેદી

16-02-2022

ગુલામ મોહમ્મદ શેખ નુ કાવ્ય તેમના જન્મદિવસે ખુબ સમયોચિત વરસે ફોરા,,,, કવિ એ ખુબજ ભાવ સભર શેર દ્નારા કાવ્ય ને અેટલુ સરસ રીતે રજુ કર્યું છે કે આપણે તેમા ભીંજાઈ જયીએ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: