માલા કાપડિયા ~ આ સાંજને

 સાંજને ~ માલા કાપડિયા
આ સાંજને
કેવી માયા છે મારી ઉદાસી સાથે!
તે પણ ચુપચાપ છે
મારા ક્ષુબ્ધ શ્વાસની માફક.
રોજ સવારે,
સૂર્ય નહિ,
એક ઇચ્છા ઊગે છે.
પાછલી રાતનાં શમણાં
ગુલમહોર થઈ ઊગે છે આંખોમાં
બારણાંને ટેરવે એક પ્રશ્ન
‘એ આવશે?’
રોજ સાંજે,
સૂર્ય નહિ,
એક ઇચ્છા ઢળે છે.
અને સાંજ
મારી ઉદાસીનો મલાજો પાળે છે!

માલા કાપડિયા

હવાની લહેર સ્પર્શીને વહી જાય એમ સ્પર્શતી રચના… ઉદાસી માયાની જેમ વીંટળાય ત્યારે આવી ઈચ્છાઓનું ઝરણું ચૂપચાપ વહે…. સૂર્ય નહીં, રોજ એક ઇચ્છા ઢળે છે આ કલ્પનની તીવ્રતા જુઓ… એવી જ રીત આંખમાં સપનાનું ગુલમહોર થઈને ઉગવું, એમ કહી આંખોની રતાશ કેવી સરસ રીતે સૂચવી દીધી છે… ઉદાસીની સાંજથી શરૂ થતી વાત સાંજની ઉદાસી સાથે પૂર્ણ થાય છે, એક ભાવ એના સંપૂર્ણ મલાજા સાથે રજૂ થાય છે અને એક ભાવાભિવ્યક્તિ એની પૂર્ણતાને આંબે છે.

15.2.22

આભાર

19-02-2022

આભાર દિપ્તીબેન, મેવાડાજી, છબીલભાઈ, પ્રફુલ્લભાઈ, વારિજભાઈ… .

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

Varij Luhar

16-02-2022

આસ્વાદ પણ સરસ

છબીલભાઈ ત્રિવેદી

16-02-2022

માલા કાપડીયા ની રચના આ સાંજ ને ખુબજ ગમી ખુબ સરસ અભિવ્યક્તિ અને ભાવ પણ ખુબ સરસ

પ્રફુલ્લ પંડ્યા

16-02-2022

શ્રી માલા કાપડિયાનું ખૂબ જ હ્રદયસ્પર્શી કાવ્ય ! હાર્દિક અભિનંદન ! શ્રી સુરેશભાઈનું ગીત પણ ખૂબ ગમ્યું.” કાવ્ય વિશ્વ”એટલે કવિતાની અનેરી મહેફિલ !
પ્રફુલ્લ પંડ્યા

સાજ મેવાડા

15-02-2022

અદ્ભૂત કાવ્યની અભિવ્યકતી, અને એટલો જ સુંદર લતાજી આપનો આસ્વાદ.

Dipti Vachhrajani

15-02-2022

સાંજ ઉદાસીનો મલાજો પાળે, વાહ માલાબેન. સરસ રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: