ગાયત્રી ભટ્ટ ~ તરજ મળી તો * Gayatri Bhatt

તરજ મળી તો ~ ગાયત્રી ભટ્ટ

તરજ મળી તો તરી જવાયું
દરદ હતું, પણ સરસ ગવાયું!

નવા જ લય ને નવા જ રૂપે
મળ્યા ગઝલનેય પ્રાણવાયુ!

તમે રહો છો બધાથી સાવધ
કહો પછી કાં હ્રદય ઘવાયું?!

જરીક વાંકું પડ્યું’તું એને,
સફાઈ દેતાં થયું સવાયું!

ગુલાલ મનમાં ભરી જ રાખ્યો,
ભલે તમારા નથી થવાયું!

ગાયત્રી ભટ્ટ

દરેક શેરની રંગત સ્પર્શી જાય એવા કવિ ગાયત્રી ભટ્ટ ! 

OP 9.3.22

આભાર

12-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, નીતિનભાઈ, રેખાબેન…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

09-03-2022

સરસ ગઝલનો લય, લગા લગાગા માં સુંદર અભિવ્યક્તી.

છબીલભાઈ ત્રિવેદી

09-03-2022

કવિયત્રી ની રચના ખુબ ગમી શરૂઆત ના શેર થી અંત સુધી ના ખુબ માણવા લાયક

રેખાબેન ભટ્ટ

09-03-2022

ખૂબ મસ્ત…. ગાયત્રી ભટ્ટ… ના શબ્દોનો જાદુ 🌹🌹🌹

નીતિન ત્રિવેદી

09-03-2022

તાજગીસભર ગઝલ. વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: