ચંદ્રેશ મકવાણા ~ ટૂંકી ટચરક વાત * Chandresh Makwana 

ટૂંકી ટચરક વાત કબીરા ~ ચંદ્રેશ મકવાણા

ટૂંકી  ટચરક   વાત,   કબીરા,
લાંબી  પડશે  રાત,   કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના  સાત,  કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ  મળી છે,
મારે  તેની    લાત,  કબીરા.

કાપડ  છો  ને   કાણી  પૈનું,
પાડો મોંઘી   ભાત,  કબીરા.

જીવ  હજીએ  ઝભ્ભામાં  છે,
ફાટી ગઈ છે  જાત,  કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

‘ટૂંકીટચ’ શબ્દ તો જાણીતો છે પરંતુ ટૂંકી સાથે જોડાયેલ શબ્દ ‘ટચરક’ એ કવિની નીપજ છે જે માધુર્યથી ભરપૂર બની છે એ વિશેષ. ‘ટચરક’ શબ્દનો ધ્વનિ સંગીતમય છે. વાત ચાહે ટૂંકી ટચરક પણ એ સમજાવતાં લાંબી રાત વીતી જાય એમ કહેવામાં કવિએ કમાલ કરી છે કેમ કે આ રાત જિંદગીભર પણ ચાલી શકે. કોઈને ક્ષણમાં જાગૃતિ આવે અને કોઈને જનમોજનમ ઘાંચીના બળદની જેમ ફેરા ફરવા પડે….  એક દિ’ના અવસરમાં સાત મહિનાનો સંદર્ભ કવિ જ સમજાવી શકે પણ છેલ્લો શેર અદભૂત !     

કબીર, હરિ, મીરાં – કાવ્યમાં વપરાતા આ બધા લોકપ્રિય શબ્દો. શબ્દો એટલા માટે કે ક્યાંક એ શબ્દો જ બની રહે, ક્યાંક એ ભાવપ્રતિકો બનવામાં સફળ રહે. કવિ ચંદ્રેશ મકવાણાની નીવડેલી કલમે કબીરાને હાજરાહજૂર કર્યા છે, એમાં હેમંત ચૌહાણની ગાયકીથી રંગ ઓર નિખરે છે.

OP 26.3.22

કાવ્ય : ચંદ્રેશ મકવાણા સ્વર : મયુર હેમંત ચૌહાણ

*****

Varij Luhar

27-03-2022

વાહ કબીરા..
સુંદર સ્વરાંકન

છબીલભાઈ ત્રિવેદી

26-03-2022

ચંદ્નેશ મકવાણા નુ કાવ્ય ખુબજ સરસ ટુકુટચ શબ્દ અને છેલ્લે કબીરા અેક નવોજ આયામ ઉભો કરે છે ખુબ સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: