ધ્વનિલ પારેખ ~ મજાના શેર

તેજ પથરાયું કોનું આ પૃથ્વી ઉપર ?

આ તરફ સૂર્ય ને તે તરફ તું હતી.***

ભીંત, બારી, સ્વપ્ન, ખૂણો ને તમે

એક ઘરમાં ક્યાં બધું ભેગું હતું ! ***

જે ભીંતો બોલે છે સાચું

સઘળા ખીલા ત્યાં ઠોકાયા.***

પીઠ ખુલ્લી હોય ને ચાબુક પડે

આ ગઝલમાં એમ શબ્દો અવતારે !***

મળે સ્પર્શની અવનવી થોડી ભાતો

તપાસો હથેળીનો ઇતિહાસ આખો.***

કોઈ રીતે અલગ પડે ના તું

તારું હોવું સમાસ જેવું છે.***

ડાઘ ધોવાની ક્ષણે અટકી ગયો

જાત મેલી, વસ્ત્ર ક્યાં મેલું હતું ?***

~ ધ્વનિલ પારેખ

કવિ, વિવેચક ધ્વનિલ પારેખ પિતાના પગલે ચાલી સાહિત્યમાં પ્રવેશે છે પરંતુ એમનું કાવ્યસર્જન પિતાના પગલે ચાલવા મોહતાજ નથી. એમની ગઝલોમાંથી પસાર થતાં જીવનના વિવિધ રંગોને આલેખતા સૌમ્ય ભાવના દર્શન થાય છે. છવાઈ જવાનો કોઈ ધખારો આ રચનાઓમાં નહીં વર્તાય અને છતાં ડગલે પગલે એવા શેર મળતા રહે છે, જે ભાવકને ઘડીક રોકાવા મજબૂર કરે, એની યાદદાસ્તમાં પ્રવેશી જાય… ઉપર એના ઉદાહરણ છે. જાણીતા પ્રતીકો યોજીને પણ એમણે અલગ મુદ્રા ઉપસાવી છે.

‘છેક અંદર સુધી જવાનો છું, હું સ્મરણ થઈને ઉગવાનો છું.’ કવિના આ શેર સાથે પ્રેમથી સમ્મત થઈ શકાય.

‘કાવ્યવિશ્વ’માં કવિનું ‘અજવાસનાં વર્તુળ’ સહ સ્વાગત છે. 

OP 27.3.22

*****

લલિત ત્રિવેદી

03-04-2022

સરસ આસ્વાદ

આભાર

29-03-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, વારિજભાઈ, નીલમબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

28-03-2022

સરસ શેરનું સંકલન.

છબીલભાઈ ત્રિવેદી

27-03-2022

ધ્વનિલ પારેખ ના બધાજ શેર ખુબ માણવા લાયક જાત મેલી વસ્ત્ર કયા મેલુ હતુ? અદભુત ખુબ ખુબ અભિનંદન

Chauhan Nilam

27-03-2022

એકવાર વાંચો…પણ મન માં અસર કાયમી છોડી જાય એવા શેર.

Varij Luhar

27-03-2022

વાહ .. કવિશ્રી ધ્વનિલ પારેખ ના સુંદર શેર માણવા મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: