Tagged: Hemant Chauhan

કવિ દાદ ~ ઘડવૈયા મારે

ધડ ધીંગાણે  જેના માથાં મસાણે  એના પાળિયા થઈને પૂજાવુંટોચ મા ટાંચણું લઈ ભાઈ   ઘડવૈયા મારે  ઠાકોરજી નથી થાવુંઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                            હોમ   હવન  કે   જગન   જાપથી   મારે   નથી   રે  પૂજાવુંબેટડે  બાપનાં  મોઢાં  ન  ભાળ્યાં  એવા કુમળા હાથે ખોડાવુંઘડવૈયા મારે...

મીનપિયાસી ~ કબૂતરોનું ઘુ ઘુ ઘુ * Minpiyasi

કબૂતરોનું ઘુ..ઘુ..ઘુ.. કોયલ કુંજે કુ..કુ..કુ.. ને ભમરો ગુંજે ગું..ગું..ગું ચકલા-ઉંદર ચું..ચું..ચું ને છછુન્દરોનું છું..છું..છું !કબૂતરો નું ઘુ..ઘુ..ઘુ.. ઘુવડ સમા ઘુઘવાટ કરતો, માનવ ઘૂરકે હું..હું..હું..હરી ભજે છે એક જ હોલો,  પીડિતોનો પરભુ તું,કુન્જનમાં શી કક્કાવારી,  હું કુદરત ને પુછુ છું,  કબૂતરો નું ઘુ ઘુ...

ચંદ્રેશ મકવાણા ~ ટૂંકી ટચરક વાત * Chandresh Makwana 

ટૂંકી ટચરક વાત કબીરા ~ ચંદ્રેશ મકવાણા ટૂંકી  ટચરક   વાત,   કબીરા,લાંબી  પડશે  રાત,   કબીરા. અવસર કેવળ એક જ દિ’નો,વચ્ચે મહિના  સાત,  કબીરા. ખુલ્લમખુલ્લી પીઠ  મળી છે,મારે  તેની    લાત,  કબીરા. કાપડ  છો  ને   કાણી  પૈનું,પાડો મોંઘી   ભાત,  કબીરા. જીવ  હજીએ  ઝભ્ભામાં  છે,ફાટી ગઈ છે  જાત,  કબીરા. ~ ચંદ્રેશ...

અનિલ જોશી ~ સમી સાંજનો ઢોલ * Anil Joshi

સમી સાંજનો ઢોલ  સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલેકેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાતડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત પૈડું સીંચતા રસ્તો  આખો કોલાહલમાં ખૂંપેશૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે જાન વળાવી પાછો વળતો દીવડો...