ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ બા લાગે
બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલી
વહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી
હિંચોળી ગીત મીઠાં ગાતી
દૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી
જે માગું તે સઘળું દેતી
બચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી
હસું રમું તો રાજી થાતી
રડું તો મૂંઝાતી, મને તો બા લાગે વહાલી
વાંક બધા યે માફ કરીને
મારા ગુણ ગાતી, મને તો બા લાગે વહાલી
એક બાળક પોતાને બાની એટલે કે મમ્મીની વાત કરે તો શું કહે ? માતા ઉપર અનેક કાવ્યો રચાયાં છે પરંતુ એક બાળક પોતાની મમ્મી વિશે કહે એવાં કાવ્યો ભાગ્યે જ મળે છે ત્યારે આ કવિએ દસકાઓ પહેલાં આવું મજાનું બાળગીત રચ્યું !
OP 23.5.22
*****
છબીલભાઈ ત્રિવેદી
25-05-2022
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ના ત્રણે બાળકાવ્યો ખુબ સરસ ઘણા વર્ષો પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવ્યા છે આપે સાચુજ કહ્યુ કે બાળ કાવ્યો લાગે સહેલા પણ લખવા અઘરા કેમકે બાળક બનવુ પડે ત્યારે લખાય આભાર
પ્રતિભાવો