ભગવતીકુમાર શર્મા ~ સુપણે મત આવો * Bhagavatikumar Sharma

હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું, મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,
આ બદરાથીતે બદરા તક ચાતકનો ચકરાવો
હરિ, સુપણે મત આવો!

પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.
મુંને બ્રજ કી બાટ બતાવો…
હરિ, સુપણે મત આવો!…

સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.
કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!…

ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માના ગીતોમાં નમણાશ અને કુમાશ અદભૂત છે. ભાવોની તીવ્રતા ભાવકના હૃદયને પણ રસાવી જાય છે. એવાં જ ગીતોમાંનું એક હરિગીત.

OP 31.5.22

***

રન્નાદે શાહ

05-06-2022

આ બદરાથી તે બદરા તક ચાતકનો ચકરાવો
કયા બાત…ઝંખનાને વર્ણવવા માટે અદ્ભુત પ્રતિક લીધું છે…વાહ…

સાજ મેવાડા

31-05-2022

ખૂબ જ સુંદર ભાવવાહી ભક્તિ ગીત. સ્મૃતિ વંદન કવિને.

છબીલભાઈ ત્રિવેદી

31-05-2022

ભગવતીકુમાર શર્માજી નુખુબજ જાણીતુ હરિ કાવ્ય ખુબજ ગમ્યું ખુબ સરસ ભાવ પ્રગટ કરતી રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: