જયેન્દ્ર શેખડીવાળા ~ એક પળ * Jayendra Shekhadiwala

એક પળ શોધી ~ જયેન્દ્ર શેખડીવાળા

એક પળ શોધી-મળી, ખોવાઈ ગઈ
એટલામાં જિંદગી ખોવાઈ ગઈ.

ચૂપ ઊભી તું ને હું મૂંગો  તે છતાં
વેદનાઓની કથા કહેવાઈ ગઈ.

અર્થ ના ઊકલે તને તો શું કરું?
ભાષા થઈને લાગણી રેલાઈ ગઈ

ચાલ, ઊગવું, હોય છે શું જોઈએ,
તું સડક વચ્ચે ભલે રોપાઈ ગઈ

વાંક શો છે હસ્ત રેખાનો કહે
તારી માફક માર્ગમાં ફંટાઇ ગઈ.

જયેન્દ્ર શેખડીવાળા

આ કવિની આવી સરળ ગઝલ મળી આવે એ ઓછું બને.

કશુંક શોધીએ, મળે ને વળી એ ખોવાઈ જાય…. શોધવાનું ને ખોવાનું આ ચક્ર જીવનભાર ચાલ્યા કરે છે એ વાત કેટલી સરસ રીતે કહેવાઈ છે !

મૌન હજારો વેદનાનું ગાન કરવા શક્તિમાન છે એ સંવેદનશીલ જીવ સમજી શકે. બાકી બોલાયેલા શબ્દોના અર્થ ઉકેલવા ક્યારેક એટલા અઘરા બની જાય છે કે હસ્તરેખાઓ થાકીને માર્ગ બદલી લે !

OP 2.6.22

***

રન્નાદે શાહ

04-06-2022

વાહ…સરસ ગઝલ…

લલિત ત્રિવેદી

02-06-2022

કવિ શ્રી જયેન્દ્ર શેખડીવાળા….. અદ્ભુત કવિ… અને હા… એમની રચના સરળ મળવી સહેલી નથી… લતા બેને આસ્વાદ સરસ કર્યો… વાહ

સાજ મેવાડા

02-06-2022

ખૂબ સરસ સાહજિક ગઝલ

પ્રફુલ્લ પંડ્યા

02-06-2022

કવિશ્રી જયેન્દ્ર શેખડીવાળાને સરળ સહજ અને એટલી જ ગહન વાતો કરતી ગઝલ માટે હાર્દિક અભિનંદન ! આ ગઝલ વિશે શ્રી લતાબેનના બે શબ્દો પણ કેટલાં અસરકારક ! ખૂબ ગમી તે ગઝલ !

Jayshree Patel

02-06-2022

વાહ
સુંદર ને સરળ ગઝલ👌

Varij Luhar

02-06-2022

એક પળ શોધી… વાહ ખૂબ સરસ ગઝલ

છબીલભાઈ ત્રિવેદી

02-06-2022

કવિ જયેન્દ્ર શેખડી વાળા ની રચના ખુબ ગમી છેલ્લા શેર મા ખુબ સરસ વાત કવિ એ કહી સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: