નાથાલાલ દવે ~ કામ કરે

કામ કરે ઇ ~ નાથાલાલ દવે

કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.

આવડો મોટો મલક આપણો

બદલે બીજી કઇ રીતે રે…

ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર…

હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે…

નાથાલાલ દવે (3.6.1912-25.12.1995) 

1912માં જન્મેલા આ કવિ પર સ્વાતંત્ર્ય યુગની છાયા હોય એ સ્વાભાવિક છે. એમની યુવાની એટલે આઝાદીની ચળવળના દિવસો. દેશના લોકોને એમણે બહુ સરળ ભાષામાં અને બહુ સરસ સંદેશો આપ્યો છે જે આજે અને હંમેશા એટલો જ ઉપયુક્ત રહેશે.

કવિના જન્મદિને સ્મૃતિવંદન.   

OP 3.6.22

*****

આભાર

11-06-2022

આભાર છબીલભાઈ અને જયશ્રીબેન.

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર

Jayshree Patel

06-06-2022

બહુ પ્રિય કવિતા 🙏

છબીલભાઈ ત્રિવેદી

03-06-2022

કવિ શ્રી નાથાલાલ દવે ની રચના કામ કરે તે જીતે પરિશ્રમ વગર નુ જીવન નકામુ છે આજે તેમના જન્મદિવસે પ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: