દીપક ત્રિવેદી ~ પરમની ડગર

પરમની ડગર ~ દીપક ત્રિવેદી

જુઓ વિશ્વવ્યાપી એ આત્મા અમર છે

શરીરે-શરીરે રહે એ જ ઘર છે

ન સુખનાં શિખર પર ન દુઃખમાં રહેતો

સત્ ચિત્ આનંદ રૂપે સભર છે

ગમે તે કહે તું સ્વરૂપે છે નિર્મળ

નિર્બંધ, નિઃશબ્દ, સાક્ષી અફર છે

નથી ચાલવાનું અહીંથી તસુભર

ઉભા ત્યાં જ નિષ્કામ કર્મ સફર છે

જડે કે જડે ના ગગનમાં જ ગુંજે

પહોંચી શકે તો એ પરમની ડગર છે !

~ દીપક ત્રિવેદી

ચિરંતન … નિત્ય નૂતન ચિંતન

OP 11.6.22

***

દીપક વાલેરા

14-06-2022

Wah

આભાર

11-06-2022

આભાર મેવાડાજી, વારિજભાઈ, છબીલભાઈ, darahak acharya

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

10-06-2022

ખૂબજ માર્મિક ગઝલ. લતાજી આપે થોડામાંઘણું કહી દીધું.

Varij Luhar

10-06-2022

ખૂબ સરસ ગઝલ… માત્ર છ શબ્દોમાં જ ગઝલનો આસ્વાદ
અદભૂત

છબીલભાઈ ત્રિવેદી

10-06-2022

દિપકત્રિવેદી નુ સરસ કાવ્ય આધ્યાત્મિક ભાવ થી સભર કાવ્ય આભાર લતાબેન

છબીલભાઈ ત્રિવેદી

10-06-2022

દિપકત્રિવેદી નુ સરસ કાવ્ય આધ્યાત્મિક ભાવ થી સભર કાવ્ય આભાર લતાબેન

darahak acharya

10-06-2022

સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: