યામિની વ્યાસ ~ દોડતી ને દોડતી * Yamini Vyas

દોડતી ને દોડતી યામિની વ્યાસ

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાળે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે 

યામિની ગૌરાંગ વ્યાસ

યામિની વ્યાસ, અનેક ક્ષેત્રોમાં એનું નામ ઉજળું. એમ થાય કે એક વ્યક્તિ આટલી દિશાઓમાં કેવી રીતે કામ કરી શકે! અને તેય સફળતાપૂર્વક!

આ ગઝલના બધા જ શેર ગમ્યા… બીજો અને ત્રીજો સ્પર્શી ગયા.

OP 12.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: