નવલરામ લ. પંડયા ~ પચરંગી પટકૂલ ધારી * Navalram Pandya


પચરંગી પટકૂળ ધારી

દીપે કુદરત આ રતે ન્યારી.

કુમળાં ચળકતાં વૃક્ષે સજ્યાં નવપલ્લવ જૂનાં ઉતારી,
આંબે મોર અથાગ જ ઝૂકે, જાણે કલગીઓ સારી.

વસંતની આવી સવારી! …દીપે

વીંટી વળી વેલી સૌ સૌને, વૃક્ષે હસ્ત પ્રસારી,
ફૂલનાં ઝૂમખેઝૂમખાં જે પર, રંગબેરંગી અપારી!
ઝૂલે ઝાડી ફૂલભરી ભારી! …..દીપે

ફૂલભરી ડાળો ડોલે, ખરે ફૂલ, પથરાઈ ફૂલની પથારી
ભ્રમર હજારો ગુંજાર કરતાં, સુગંધી લેતાં ગયાં હારી.
કોયલની છે બલિહારી! ….. દીપે

~ નવલરામ લ. પંડયા (9.3.1836 – 7.8.1888)

કવિ-વિવેચક.

‘ભટ્ટનું ભોપાળું’ મહત્ત્વની રૂપાંતરિત કૃતિ. ‘મેઘદૂત’નો અનુવાદ કર્યો.

જન્મદિને સ્મૃતિવંદના

@@

2 Responses

  1. સરસ કાવ્ય સ્મ્રુતિવંદન

  2. સરસ વસંત ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: