જશુબેન બકરાણીયા અને બકુલ રાવલ * Jashuben Bakraniya & Bakul Raval

વાસંતી ગીત

વાયરાને વાચાઓ ફુટી રે…
બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફુટી….
કે ભોંમાંથી રંગોની
રંગોની પીચકારી છુટી..રે…
બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફુટી….

ભમરાની ગૂંજમાં ને કોયલની કૂકમાં,
ઓચિંતી આનંદની છોળ એક છુટી રે
બાઈ ઓલા વાયરા ને
વાચાઓ ફુટી….

અલ્લડ એક છોકરીની ગુલાબી ઓઢણીને,
વગડાના ડોલરીયે રોકી..
રે..બાઈ ઓલા વાયરા ને વાચાઓ ફુટી

ખાખરાના ફુલમાં ને
ગુલમહોરી પાનમાં ખુશ્બુની થઈ  લુંટાલુંટી રે…
બાઈ ઓલા વાયરાને વાચાઓ ફુટી….

આતમ ઓવારે,
ને ભીતર ભીનાશે
કામણથી કળીઓ ગઈ ઝુકી રે
બાઈ ઓલા વાયરાને
વાચાઓ ફૂટી….

વનરાની વાટમાં ને
ઘેલાના ઘાટમા
,

માધવ ખીલ્યો છે મન મુકી રે. ..
બાઈ ઓલા વાયરા ને
વાચાઓ ફુટી.

~ જશુબેન બકરાણીયા

વાસંતી ગીતનો સારો
પ્રયત્ન.
આતમના ઓવારે…વાળી પંક્તિ ન જરા
ખટકે છે….
અમથી આધ્યાત્મિકતા આઘી રાખવી સારી.

કોઈ પાડતું કેડી તે પર
કોઈ ચરણ દઈ ચાલે,
પૂર્વ દિશાનું પરોઢ પણ
જઈ પશ્ચિમને અજવાળે.

તુળસીના કૂંડામાં વાવો
બાવળનું જો ઠૂંઠું
સાત સરોવર સીંચો તોયે
ઠૂંઠું તે તો ઠૂંઠું
ઋતુઋતુની રંગલીલામાં લેશ નહીં એ મ્હાલે.

દરિયો જળનું દાન દઈને
બાંધે વાદળ આભે,
વાદળ મીઠાં જળ વરસાવે
ધરતી એથી લાભે
અગમનિગમનો ખેલ ખબર ના
ચાલે કોના તાલે.

~ બકુલ રાવળ (6.3.1930 -)

કાવ્યસંગ્રહો ‘મુદ્રા અને
‘સંબંધનું ઘર’

4 Responses

  1. વહીદા ડ્રાઈવર says:

    સરસ રચનાઓ

  2. ઉમેશ જોષી says:

    વાસંતી ગીત અને કોઈ પાડતું કેડી..
    સ….રસ રચના.

  3. ખુબ સરસ રચનાઓ ખુબ ગમી

  4. બંને ગીત રચના સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: