🌹દિન વિશેષ : 29 ફેબ્રુઆરી લિપ યર 🌹

ચતુરા

કોને  કહું  કે  એમને, સમજણ કશી  પડતી  નથી,
દુન્યવી આ  ગતરમતની, ગતાગમ પડતી નથી.

જાય ત્યાં ત્યાં  આપી આવે નવ નવાં એ  ઉપરણાં,
શું આપવું,  ના આપવું,  સૂઝ-સમજ  પડતી  નથી.

કો’ આવીયા  આંગણ   ઉભાને,  આવકારે દોડતી ,
પોતા-પરાયા  ભેદની, સમજણ કશી પડતી નથી.

માંગે, વગર  માંગે  એ બસ, આપે  સહુને પ્રેમથી.  
ભેગું કરીને રાખવાની, ગમ  કશી પડતી નથી.

ભલાઈ  ભોળપ  સાદગી,  કહે “જેમ છે તે ઠીક છે,”
દેખાવ સારો  કેમ  કરવો, ખર ખબર પડતી નથી.

જગ  નવાજે  ‘એમને’   અતિ  માનથી  સન્માનથી,
કરે કેમ આદર આટલો! મને એ સમજ પડતી નથી.

~ સરયૂ દિલિપ પરીખ

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

4 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ… પડતી નથી.

  2. વાહ ખુબ સરસ

  3. Saryu parikh says:

    લતાબહેન, આ કાવ્ય પ્રાકાશિત કરવા માટે આભાર.
    ભલા, નિર્મળ સ્નેહભર્યા સજ્જન, જેનામાં મારા-તારાનો ભેદભાવ નથી…તેના વિષે ‘ચતુરા’ પત્નીની ફરિયાદ!
    “કો’ આવીયા આંગણ ઉભાને, આવકારે દોડીને ,
    પોતા-પરાયા ભેદની, સમજણ કશી પડતી નથી.”
    સરયૂ દિલીપ પરીખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: