લતા હિરાણી ~ મોનોઇમેજ કાવ્યો : જળ * Lata Hirani  

જળ

આભ નીતરે
આખું અંગ નીચોવીને
હેલે જળ
ગાય અનંતના ગાન !

**

કાંઠે થતાં ક્રિયાકાંડો
કેટલાં બાલિશ !
જોયા કરે
ભવ્ય  
અગાધ જળ…

**

આંખોમાં
જળ
ઊગ્યા પછી
આથમે ના
પળ

**

આકાશ
અવિરત જોયા કરે
જળ પર હીંચકતી
હોડીઓને

**

ખેતરને
બાથમાં લઈને ઊડ્યાં
જળભર્યા વાદળ
અને
ક્ષિતિજે ઊગી ગયા
રંગોના ગુલાબ !

**

પ્રકાશિત > સંપાદન : ‘આવી નવી સવાર’ > સપ્ટેમ્બર 2023

સંપાદકો : રમેશ પટેલ, કિશોર આર. ટંડેલ

14 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    મોનોઇમેજ કવિતાઓ જ્યારે ઓછી જોવા મળે છે ત્યારે નવા કલ્પનો અને પ્રતીકો સાથે આવતી આ કવિતાઓ અત્યંત સુંદર છે.

  2. ખૂબ જ સરસ, અભિનંદન

  3. ઉમેશ જોષી says:

    ખૂબ જ સરસ રચનાઓ છે…

  4. સતીશ જે.દવે says:

    સરસ મોનોઈમેજ કાવ્યો

  5. ખુબ સરસ અભિનંદન

  6. હર્ષદ દવે says:

    ‘જળ’ કાવ્યગુચ્છમાં કલ્પનોનું નાવિન્ય અદ્ભુત રીતે વણાયું છે. સરસ કવિતા. અભિનંદન

  7. રસિક દવે says:

    સરસ મોનો ઈમેજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: