ઇકબાલ મોતીવાળા ~ મૌલવીના ગામ વચ્ચે

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું;
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.

સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.

ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે
તારલાની જેમ અમને જીવવાનું મન થયું

જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.

આયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી,
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?

~ ઇકબાલ મોતીવાળા (જ.28.2.1942) 

જન્મદિને કવિને સ્મૃતિવંદના

8 thoughts on “ઇકબાલ મોતીવાળા ~ મૌલવીના ગામ વચ્ચે”

  1. રેખા ભટ્ટ

    ખૂબ સરસ શેર બધાજ. ઇકબાલ મોતીવાળાની ગઝલ ખૂબ ગમી

  2. રેખા ભટ્ટ

    કાવ્યવિશ્વ જોવાનું અને એક એકથી ચડિયાતી એવી સુંદર રચનાઓ વાંચવાનું જાણે વ્યસન થઈ ગયું છે.બે લીટીમાં કવિનો પરિચય પણ મળે તો ગમે.

    1. આભાર રેખાબેન. આમ તો કવિ પરિચય માટે ‘સર્જક’ વિભાગ છે. છતાંય અમુક કવિઓનો ટૂંકો પરિચય મળે તો કવિતાની સાથે મૂકું છું. છતાંય તમારી વાત ચોક્કસ ધ્યાનમાં રાખીશ. ગમ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *