ડો. મુકેશ જોશી ~ શૂન્યતાની બદબાકી * Dr. Mukesh Joshi

આવડે તો આવડે  

શૂન્યતાની બાદબાકી, આવડે તો આવડે!
રીત છે તો સાવ સાદી, આવડે તો આવડે!

જીત પોતે દોડતી આવી મને ભેટી પડી;
એ કસુંબલ હાર પાછી, આવડે તો આવડે.

એટલે ઘૂંટ્યા કરું છું દર્દની માફક ભલા;
એમની એ યાદ પાછી, આવડે તો આવડે.

કાં ઉનાળે, કાં શિયાળે, કાં પછી વરસાદમાં;
વાત પાછી બારમાસી, આવડે તો આવડે.

શું ખરેખર જાણવા જેવું હશે આ જગ મહીં;
એ વિશેની જાણકારી, આવડે તો આવડે!

આયનામાં પણ પરિચિત કોઈ ના ચહેરો મળે;
એ હદે તો પાયમાલી, આવડે તો આવડે!

જ્યાં તમે ઇચ્છો ભલા, એ ત્યાં તમે છોડી શકો;
શ્વાસની એ શાહુકારી, આવડે તો આવડે!

~ ડૉ. મુકેશ જોષી

આખી ગઝલ ગમી. છેલ્લા બે શેર ખૂબ સુંદર થયા છે. ‘શ્વાસની એ શાહુકારી…’માં વાત ભલે જાણીતી છે પણ રજુઆતમાં કમાલ દેખાય છે.

એક અલગારી ભાવ લઈને આવતા પાંચમા શેરનું ચિંતન પણ એટલું જ ગમ્યું…

4 Responses

  1. ઉમેશ જોષી says:

    સ…રસ ગઝલ.

  2. સતીશ જે.દવે says:

    સુંદર ગઝલ

  3. વાહ ખુબ સરસ ગઝલ

  4. Urvi panchal says:

    વાહ્ , સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: