કવિ ત્રાપજકર ~ પ્રેમની વાતો બધી * Kavi Trapajkar
પ્રેમની વાતો
પ્રેમની વાતો બધી, ક્યાં કોઈથી ભૂલાય છે?
ચિત્ર જૂનાં થઈ ગયાં પણ રંગ ક્યાં ભૂંસાય છે?
સપ્ત રંગો પ્રેમના તે ના કદી ઝાંખા પડે,
બળે છે તો યે પતંગો દિપક સામે જાય છે.
કૃષ્ણની પ્રીતિ કદી યે ગોપીઓ ભૂલી નહીં,
કૃષ્ણ બેઠા દ્વારકા ગોકુળ ખાવા ધાય છે.
શોભતી શિવ મસ્તકે કૈલાશ છોડી નીકળી,
પ્રશ્ન ગંગાને પૂછો સાગર-ઘરે કાં જાય છે?!
સૂર્યને દેખી કમળ આખો દિવસ હસતુ રહે,
થાય છે સંધ્યા સમય ત્યાં પાંખડી બિડાય છે!
મીરા મોહનની બની તો વિષનાં અમૃત બન્યા,
પોકારે પાંચાલી ત્યારે કૃષ્ણ દોડી જાય છે.
~ કવિ ત્રાપજકર (પરમાનંદ મણિશંકર ભટ્ટ) 24.2.1902-1992
કવિને જન્મદિને સ્મૃતિવંદના
સાદર સ્મરણ વંદના.
પ્રેમની જૂદા જૂદા સંદર્ભે સરસ ગઝલ કહીં છે.