રેણુકા દવે ~ ટેકરીઓના ઢાળે * Renuka Dave
સૂરજ નીકળ્યો
ટેકરીઓના ઢાળે એના ઝળહળ ઝળહળ તડકા ઢોળી સૂરજ નીકળ્યો,
વર્ષાએ ગલીઓમાં રેલ્યા ખળખળ ખળખળ નીર પીવાને સૂરજ નીકળ્યો.
ઝાકળમાં નાહેલાં પેલાં પુષ્પોનું તન કોરું કરવા સૂરજ નીકળ્યો,
ધુમ્મસ હેઠળ દબાઈ બેઠા સમીરનું મન ફોરું કરવા સૂરજ નીકળ્યો.
હારબંધ આ પંખીઓની પાંખો માંહી જોમ જગવવા સૂરજ નીકળ્યો,
નીડ મહીં તાજાં જન્મેલાં બચ્છાંઓના ડરને હરવા સૂરજ નીકળ્યો.
લીલાં ઘેઘૂર વૃક્ષોના પ્રત્યેક માનને જગાડવાને સૂરજ નીકળ્યો,
આંખો ઊંચકી ઊગવા મથતા અંકુરોને ઉગાડવાને સૂરજ નીકળ્યો.
તુલસીક્યારે નમતી ઘરની નારી ઉપર વહાલ વરસતો સૂરજ નીકળ્યો,
ગૃહસ્થની જળ ધારે પુલકિત થઈને આશિષ ધરતો સૂરજ નીકળ્યો.
~ રેણુકા દવે
ઊઘડતી સવારનું કેવું મજાનું ખુશનુમા ગીત !
સરસ ગીત
ખૂબ ખૂબ આભાર, ભાઈ
ખૂબ સરસ શુભ સવારનું ગીત.
ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏼😊
સવારની સલામી ઝીલતું ગીત આહ્લાદક અનુભૂતિ કરાવે છે. અભિનંદન.
વાહ!તુલસી ક્યારે….સરસ ગીત
સુંદર સવારને ઉઘાડતું મજાનું ગીત
સૂરજ નીકળ્યો તેની સાથોસાથ સમગ્ર સૃષ્ટિમાં ઉત્ફુલ્લ ચેતન ધબકારનું મનોરમ ગીત
વાહ ખૂબ સરસ ગીત રચના છે.
સુંદર સુંદર ગીત
મારા ગીતને ઉમળકાથી વધાવવા બદલ સૌમિત્રોનો ખૂબ ખૂબ આભાર..
લતાબેન ખૂબ ખૂબ આભાર 🙏🏼😊👍
આનંદ આનંદ
વાહ સવારના વાતાવરણને ખુશનુમા કરતું કાવ્ય જાણે ઝળહળતું પ્રભાતિયું….