નીતિન વડગામા ~ રામઝરૂખો જડયો

રામઝરૂખો જડ્યો

રામઝરૂખો જડ્યો
ઊભેમારગ ભર્યો ખજાનો સામે આવી ચડ્યો.
બડભાગી આ જીવને ફૂટી તેજનીતરતી આંખો.
આભ સામટું અંકે કરવા મથતી  મનની પાંખો.
આપોઆપ જ અંદર અંદર આખો હું ઝળહળ્યો.
રામઝરૂખો જડ્યો

ઈચ્છાની આંગળીયું છોડી ઊભો છું કર જોડી.
કોઈ  હલેસું  થઈ  હાંકે  મધદરિયે મારી હોડી.
રામનામના  મંતરથી  જીવતરનો  ફેરો ફળ્યો.
રામઝરૂખો જડ્યો

~ નીતિન વડગામા

6 thoughts on “નીતિન વડગામા ~ રામઝરૂખો જડયો”

  1. ઉમેશ જોષી

    બન્ને કવિ શ્રી ના રામ કાવ્ય ખૂબ સરસ.

  2. સુરેન્દ્ર કડિયા

    રવિન્દ્ર પારેખ અને નિતિભાઈની કૃતિઓ ખૂબ ગમી

  3. રામઝરૂખો જડી જતાં કવિ પોતે અને આપણને હૈયાધારણ આપી દે છે.
    પ્રફ્ફુલભાઈના ગેયતાથી ગીત આસ્વાદ્ય બન્યું છે.
    બંને કવિઓને અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *