विनोदकुमार शुक्ल ~અનુ. લતા હિરાણી
🥀🥀
હિન્દી સાહિત્યના વિખ્યાત કવિ, લેખક શ્રી વિનોદકુમાર શુક્લને વર્ષ 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ થશે. આ પુરસ્કારની સાથે એમને રૂ. 11 લાખની ધનરાશિ, દેવી સરસ્વતીની કાંસ્ય પ્રતિમા અને સન્માનપત્ર અર્પણ થશે.
છતીસગઢના આ કવિ, 88 વર્ષના વિનોદકુમાર પોતાની સરળ ભાષા, સહજ શૈલી અને ઊંડાણભરી કવિતાઓ માટે જાણીતા છે. તેઓ કહે છે, “कितना कुछ लिखना अभी बाकी है। …इस बचे हुए को मैं लिख लेता, अपने बचे होने तक।”
એમની એક ખૂબ જાણીતી કવિતાનો અનુવાદ માણો.
🥀🥀
हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था
इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़ कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था
हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।
~ विनोद कुमार शुक्ल
🥀🥀
હતાશ થઈ એક માનવી બેસી પડ્યો
એ માનવીને હું નહોતો જાણતો
હતાશાને જાણતો હતો
એટલે હું તેની પાસે ગયો
મેં હાથ લંબાવ્યો
મારો હાથ પકડીને એ ઊભો થયો
એ મને નહોતો જાણતો
મારા લંબાયેલા હાથને જાણતો હતો
અમે બંને સાથે ચાલ્યા
અમે બંને એકબીજાને જાણતા નહોતા
સાથે ચાલવાનું જાણતા હતા.
~ વિનોદકુમાર શુક્લ
અનુ. લતા હિરાણી
વાહ ત્રણેય ઘટના મર્મજ્ઞ છે.
ખૂબ સરસ, અનુવાદ પણ સરસ.
સદભાવ અને સમભાવની સુંદર કવિતા
સુંદર સુંદર
આભાર કીર્તિભાઈ, હરીશભાઈ, મેવાડાજી, ઉમેશભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રો.
ખુબ સરસ અભિનંદન
આભાર છબીલભાઈ