કવિ નર્મદ પારિતોષિક ~ ડો. ભાગ્યેશ જહા

🥀🥀
મિત્રો,
*કવિ નર્મદ પારિતોષિક*
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી તા. 21 માર્ચ 2025ના રોજ
ગુજરાતી સાહિત્યમાં ડો. ભાગ્યેશ જહાને કવિ નર્મદ પારિતોષિક (રૂ. એક લાખની ધનરાશિ સહિત) અર્પણ થયેલ છે. ઉપર ફોટામાં મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રીશ્રીના હસ્તે કવિ શ્રી ભાગ્યેશ જહા ‘નર્મદ ચંદ્રક’ સ્વીકારી રહ્યા છે. અભિનંદન જહાસાહેબ.
મરાઠી સાહિત્યમાં કવિ નર્મદ પારિતોષિક શ્રી લક્ષ્મીકાન્ત તંબોળીને અર્પણ થયું છે.
*‘જીવનગૌરવ’ પારિતોષિક*
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ‘જીવનગૌરવ’ પારિતોષિક સાહિત્યમાં કવિ શ્રી પ્રફુલ્લ પંડયાને, કલામાં શ્રી નિરંજન મહેતાને તથા પત્રકારત્વ માં શ્રી રમેશ દવેને અર્પણ થયેલ છે. સૌને અભિનંદન.
આ ઉપરાંત વાઙ્ગ્મય પારિતોષિક વિવિધ વિધાઓના સાહિત્ય સર્જકોને પ્રાપ્ત થયેલ છે.
શ્રી જહા સાહેબ, કવિ શ્રી પ્રફુલ્લ પંડયા અને સર્વે સર્જકોને ‘કાવ્યવિશ્વ’ તરફથી આપણા સૌના અઢળક અભિનંદન.
કવિશ્રી ભાગ્યેશ જ્હા સાહેબને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીના નર્મદ એવોર્ડ પુરસ્કાર માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. જય હો.
ખૂબ અભિનંદન, શ્રી ભાગ્યેશજી જહા ને.
ખુબ ખુબ અભિનંદન