યુસુફ મુસા ‘નૂરી’ ~ અમે જે કલ્પી હતી * Yusuf Musa ‘Noori’
🥀🥀
અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી;
બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળી.
એ ઘરની વાત જવા દો, એ ઘર મળે ક્યાંથી?
કે જેની શોધ હતી, એ મને ગલી ન મળી?
કરી ગયા અમે રસ્તો પસાર અંધારે,
જરૂર અમને પડી ત્યારે રોશની ન મળી.
ખીલી ઊઠે છે તો થઈ જાય છે એ આકર્ષક,
અહીં તો સાદી કળીમાંય સાદગી ન મળી.
જીવન તો પ્રેમમાં પૂરું થઈ ગયું, ‘નૂરી’!
અને આ આંખ પરસ્પર હજુ લગી ન મળી!
~ યુસુફ મુસા ‘નૂરી’ 25.3.1917
ગઝલસંગ્રહ ‘અવસર’
ખુબ સરસ રચના ખુબ ગમી