મૈત્રી શનિશ્ચરા ~ લાગે છે

🥀🥀
કવિતાપ્રેમી મિત્રો,
આનંદ છે કે ‘કાવ્યવિશ્વ’માં બે નવા વિભાગ શરૂ થયા છે. એક ‘હાઉક’ જેમાં બાળકાવ્યો મુકાશે અને
બીજો આ ‘યુ…વાહ’ વિભાગ જે યુવાઓ માટે રહેશે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની કૃતિઓ અહીં મુકાશે, અલબત્ત ગુણવત્તાની દૃષ્ટિએ જ પસંદગી થશે.
આપને આ ઉમેરા ગમશે જ. આપની આસપાસના વિદ્યાર્થીઓને તેમની કૃતિઓ મોકલવા કહેશો. આ email પર. આભારી છું.
kavyavishva1@gmail.com
🥀🥀
લાગે છે વૃક્ષો ભણ્યા જ નૈ હોય.
પોતાના પાંદડા નીચે ફેંકવા પહેલા કોઈએ
સ્વચ્છતા જાળવતા શીખવ્યું જ નૈ હોય?
લાગે છે વૃક્ષો ભણ્યા જ નૈ હોય.
પાણીના ભાવે મોંઘા – મોંઘા ફળો અને શાકભાજી આપી દે છે
તેથી જો વૃક્ષો ભણ્યા હોય તો ગણ્યા નૈ હોય.
શાળાના મેદાનમાં પવન ખાયે રાખે
ને વર્ગમાં ભણવા જતા નથી
લાગે છે વૃક્ષોનું એડમીશન થયું નૈ હોય.
ડાળીઓ પર મન ફાવે ત્યારે પક્ષીઓ ઘર બનાવે છે
લાગે છે આખું થડ એનું;
પણ ડાળીઓ એના નામે નૈ હોય.
લાગે છે વૃક્ષો ભણ્યા જ નૈ હોય.
– મૈત્રી શનીશ્ચરા
પટેલ રમણ બ્રધર્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ
બારડોલી
વાહ, મૈત્રીબેન, જોરદાર કવિતા. ખરેખર. વૃક્ષો ભણ્યાં જ નહીં હોય. અભિનંદન 👍
આભાર 🙏🏻
કેવું સરસ… વાહ વાહ
આભાર
કેવું અસલ, કેવું સરસ
આભાર 💐
Thank you
વાહ વાહ
Thank you
આ પણ સરસ…
Thank you
પ્રિય કવિ શ્રી કૃષ્ણ દવેનું આવું ઍક કાવ્ય યાદ આવે છે. જ્યારથી વાંચ્યું ત્યારથી આ કાવ્ય મારા માહ્યલે વ્હાયા કરે છે.
Thank you
કાવ્યવિશ્વ નો મારી કવિતાને સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર 💐🙏🏻
આનંદ આનંદ બેટા…. લખતી રહે.
પ્રિય કવિ શ્રી કૃષ્ણ દવેનું કાવ્ય પ્રસ્તુત કરું છું
સુઘરી.
થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…
કૃષ્ણ દવે
આભાર
કૃષ્ણ દવે તો કૃષ્ણ દવે !
વાહ ખુબ સરસ સ્વાગત અભિનંદન લતાબેન