પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ હજુ તો નાનાં બાળ

🥀🥀

કવિતાપ્રેમી મિત્રો,

આનંદ છે કે ‘કાવ્યવિશ્વ’માં બે નવા વિભાગ શરૂ થયા છે. એક આ ‘હાઉક’ જેમાં બાળકાવ્યો મુકાશે

અને

બીજો ‘યુ…વાહ’ વિભાગ જે યુવાઓ માટે રહેશે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની કૃતિઓ અહીં મુકાશે, અલબત્ત ગુણવત્તાની દૃષ્ટિએ જ પસંદગી થશે.

આપને આ ઉમેરા ગમશે જ.

આપની આસપાસના વિદ્યાર્થીઓને તેમની કૃતિઓ મોકલવા કહેશો.

માત્ર બાળકાવ્યો અને વિદ્યાર્થીઓએ એમના કાવ્યો આ email પર મોકલવા. વિદ્યાર્થીઓએ મોબાઈલ નંબર, શિક્ષણનું વર્ષ, કોલેજ/યુનિવર્સિટી લખવા જરૂરી છે. એ વગર ધ્યાન આપવામાં આવશે નહીં, એની નોંધ લેવી. આભાર.આ email પર. આભારી છું.

kavyavishva1@gmail.com    

🥀🥀

હજુ તો નાનાં બાળ અમે સૌ,
નાખે કેવો ભાર અરે! સૌ.

આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,
સમજો થોડી વાત તમે સૌ
હજુ તો નાના બાળ અમે સૌ.

શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,
છો ને કાઢો આંખ તમે સૌ
હજુ તો નાનાં બાળ અમે સૌ

ખુલ્લા આકાશે ઊડવાનું લાગે વહાલું વહાલું અમને,
મોજ પડે જો કોઈ કહે કે, જા બહારે જઈને રમ ને,
અમ સૌનું મન કળવા ઈશ્વર,થોડી સમજણ આપે તમને,
સંભાળો આ બાગ તમે સૌ
હજુ તો નાનાં બાળ અમે સૌ.

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

13 Responses

  1. Anonymous says:

    👌👌👌

  2. ઉમેશ જોષી says:

    બાલકાવ્ય લેખન જેટલું માનીએ છીએ એટલું સહેલું નથી..
    આપે આ વિભાગ શરૂ કરી ઘણું રોચક અને પથ્ય કાર્ય કરવા જઈ રહ્યા છો… અભિનંદન….

  3. રેખા ભટ્ટ says:

    બાળકાવ્યોનો વિભાગ શરુ કર્યો તે જાણીને આનંદ થયો. પૂર્વી બેનનું કાવ્ય ગમ્યું.

  4. ખુબ ખુબ અભિનંદન સહ સ્વાગત ખુબ આનંદ થયો

    • અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

      બાળકાવ્યોનો વિભાગ શરૂ થયો તેનાથી બાળકો માટેના કાવ્યોનો ખજાનો સહજ પ્રાપ્ય થશે….
      લતાબેન ખૂબ ખૂબ આભાર….

    • Kavyavishva says:

      આભાર છબીલભાઈ.

  5. Kirtichandra Shah says:

    વાહ વાહ સુંદર

  6. Anonymous says:

    બહુ સુંદર

  7. Anonymous says:

    બહુ સુંદર
    બાળકો માટે સુંદર રચના છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: