

🥀🥀
‘કાવ્યવિશ્વ’માં સ્નેહભર્યું સ્વાગત છે
‘ઉદ્ધવગીત’ * વીરુ પુરોહિત * મીડિયા 2016
અતિશય તીવ્ર ભાવથી કૃષ્ણને પ્રેમ કરનાર આ કવિ આ સંગ્રહ વિશે લખે છે કે
“પ્રથમ ઉદ્ધવગીતનું અવતરણ થયું ત્યારે મને કલ્પના નહોતી કે બીજાં 57-58 ગીતો આવશે…. ઉદ્ધવજીની વ્રજયાત્રા અને પ્રત્યાગમનનું આલેખન કરતા શ્લોકો જાણું છું. હિન્દીભાષામાં ‘ભ્રમરગીત’ કહેવાતાં આ વિષયના પદો-ગીતો રચાયા છે તેમ જ ગુજરાતીમાં પણ ઘણા કવિઓએ આવાં ગીતોની રચના કરી છે…. કિન્તુ એક જ સર્જકે આ વિષયના આટલાં ગીતો રચ્યાનું મને સ્મરણ નથી.”
આ ગોપીગીતો છે, ઉદ્ધવને સંબોધાયેલા ગીતો છે. બે ગીતો પરંપરિત મનહર છંદમાં છે બાકીના બધાં જ ગીતો પરંપરિત કટાવમાં રચાયાં છે. એક જ ગીત જશોદાના મુખે અવતર્યું છે બાકીનાં ગીતો ગોપીમુખે અવતર્યા છે. જશોદામુખે અવતરેલું ગીત ‘કહે જશોદા: કહાન વિનાનું ગોકુળ ખાવા ધાય’માં કવિના શબ્દોમાં મળે છે, (રડતાં રડતાં જ લખાયું છે!) તમામ ગીતોમાંથી પસાર થતાં આંખ ભીંજાય નહીં તો જ નવાઈ !
સંગ્રહમાં ગીતો સાથે અત્યંત સુંદર કલાત્મક ચિત્રો કવિતાને ઓર ઉઠાવ આપે છે.




પ્રિય કવિશ્રી વીરુ પુરોહિતના ઉધ્ધવગીતો અનેક રીતે વિશિષ્ટ છે અને એ લોકપ્રિય પણ બન્યાં છે.આપે ” કાવ્ય વિશ્વ” ના ઉપક્રમે આ ઉધ્ધવ ગીતોને ફરી યાદ કર્યા તેથી વિશેષ આનંદ થાય છે.વીરુભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ ! આપને સલામ દિલથી !
પ્રફુલ્લ પંડ્યા સાહેબ
સાહેબ ભૂલથી છપાઈ ગયું છે તેને ડિલીટ સમજવાનું છે
વાહ કવિશ્રીની કલમમાં પણ વિરહ ભાવ ઉતરી આવ્યો છે…!
ગોકુળ વૃદાવનની શ્રીકૃષ્ણ લીલા ઉતરી આવી છે ગીતોમાં.
હજારો વરસોથી ગોપીઓ કૃષ્ણ પ્રેમમાં વિરહગીત ગાઈ રહી છે હજુય… આભાર લતાબેન….