ઉશનસ્ ~ કવિના શબ્દો * Ushanas
“કોઈ કવિએ કહ્યું છે કે ઝાડને પાંદડાં આવે છે તેમ કવિને શબ્દો આવે છે, નવપલ્લવિત ને તાજાં લીલાંછમ! હું માનું છું કે કાવ્યનું ઊગમસ્થાન હજીય એટલું જ ‘અપ્રાપ્ય મનસા સહ‘ અગમ્ય છે; કોઈ કહે છે કે ડાળ ઉપર પંખી આવે છે તેમ કવિને કાવ્ય આવે છે, કોઈ કહે છે કે મા સરસ્વતી પ્રસાદરૂપે કવિને કાવ્ય આપી જાય છે; આ બધાંમાંથી સમજાય છે કે કવિ કાવ્ય-પ્રગટીકરણનું માધ્યમ માત્ર છે. આ અર્થમાં જ ‘A poet is born and not made’ તથા પ્રથમ પંક્તિ તો ‘God-given- ઈશ્વરદત્ત જ હોય છે તેમ કહેવાયું હશે. ઉમાશંકર કહે છે તેમ ‘ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું‘ એ પંક્તિ એમને મુંબઈ ચોપાટી પર બસ પકડતાં પકડતાં સ્ફૂરેલી; પણ બાકીનું ગીત? અહીં જ આપણા જવાબનો ઉત્તરાર્ધ છે; કાવ્યનું ઉદ્ગમસ્થાન અગોચર છે; કાવ્યનો ઉપાડ એક પ્રાપ્તિ છે, લબ્ધિ છે, આવિર્ભાવ છે; પણ પછી કવિકર્મની આખી સંકુલ પ્રક્રિયા કામે લગાડવાની રહે છે; લબ્ધિની શુદ્રતાને, અણઘડતાને સંસ્કાર આપી પરિપૂર્ણતાવાળી દ્વિજ કરવાની બાકી જ રહે છે.”
~ ઉશનસ્ (‘મૂલ્યાંકનો‘-માંથી)
ખુબ સરસ પ્રણામ પ્રણામ